________________
(मूलकर्त्तारः श्री देवेन्द्रसूरयः ) श्री गुरुवंदन भाष्य ( भावार्थ सहित)
અવતરણ :- ગુરુવંદન ભાષ્યની આ પહેલી ગાથામાં ગુરુવંદનના ત્રણ પ્રકાર કહેવાય છે –
૧
૨
૩
गुरुवंदणमह तिविहं तं फिट्टा छोभ बारसावत्तं । सिरनमणाइसु पढमं, पुन्नखमासमणदुगि बीअं ॥१॥
શબ્દાર્થ :
શુii=ગુરુવંદન
અદ્ભુ=અથ(=દેવવંદન કહ્યા બાદ) તિવિદ્=ત્રણ પ્રકારનું
તં=તે ગુરુવંદન વ્હિટ્ટા=ફેટાવંદન
છોમ=છોભવંદન વારસવાતં=દ્વાદશાવર્ત્તવંદન
ગાથાર્થ :- હવે દેવવંદન કહ્યા બાદ ગુરુવંદન કહેવાય છે તે ફેટાવંદન, છોભવંદન, અને દ્વાદશાવર્ત્તવંદન એમ ૩ પ્રકારનું છે. તેમાં મસ્તક નમાવવાદિ વડે પહેલું ફેટાવંદન થાય છે, ગુરુને બે ખમાસમણ સંપૂર્ણ દેવા વડે છોભનંદન થાય છે. II૧||
સિર=મસ્તક
નમામુનમાવવા વગેરેમાં (વડે). પઢમં=પહેલું (ફેટાવંદન) પુત્ર=પૂર્ણ, સંપૂર્ણ.
સ્વમાસમા=ખમાસમણ
વ્રુત્તિ=બે દેવા વડે વીઅં=બીજું (છોભવંદન)
ભાવાર્થ :- ગાથાર્થવત્ સુગમ છે, પરન્તુ વિશેષ એ છે કે-સિનમળાફ્ટ્સમાં કહેલા આ િશબ્દથી બે હાથ જોડવાથી તેમજ અંજલિ કરવા વગેરેથી પણ પહેલું ફેટાવંદન થાય છે એમ જાણવું, તેમજ અહીં પુત્ર (વમાસમળ યુનિ) પદથી બે પૂર્ણ ખમાસમણ કહ્યાં તે સંપૂર્ણ×પાંચે અંગને નમાવવાથી બીજું વંદન થાય એમ સૂચવ્યું.
અવતરળ :- પૂર્વ ગાથામાં બે પ્રકારના ગુરુવંદનનો અર્થ કહીને હવે ત્રીજા પ્રકારના ગુરુવંદનનો અર્થ કહેવાનો છે, પરંતુ બીજા પ્રકારવાળા ગુરુવંદનમાં અને આગળ કહેવાતા ત્રીજા પ્રકારના ગુરુવંદનમાં પણ જે બે-બે વાર વંદના કરવી કહી છે, તેનું શું કારણ ? તે શિષ્ય-જિજ્ઞાસાનો ઉત્તર પ્રથમ જ (વચ્ચે) કહેવાય છે ઃ
* ગાથામાં સપ્તમી છે તે પ્રાકૃતના નિયમથી તૃતીયાના અર્થમાં આવી છે માટે બન્ને સ્થાને અર્થમાં તૃતીયા વિભક્તિ જાણવી.
x જે એકાંગાદિ ૪ પ્રકારના પ્રણામ ચૈ૦ ભાષ્યમાં કહેવાયા છે તેવા પ્રણામ અહીં ગુરુવંદનના સંબંધમાં પહેલાં ફિટ્ટાવંદન તરીકે ગણાય, કારણ કે ખમાસમણ તો પંચાંગ પ્રણામરૂપ જ હોય, પરંતુ એકાંગાદિ પ્રણામરૂપ નહિ.
૧૦