________________
૧૪૪
ભાષ્યત્રયમ્.
ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચૈત્યવંદન કરવાનું હોય, તો ઉપર કહેલો ૧૨મો અધિકાર સંપૂર્ણ થયા બાદ પુનઃ નમુ કહી અરિહંત ચે) ઇત્યાદિ ૪ દંડકપૂર્વક પૂર્વોક્ત ક્રમ પ્રમાણે ચારે થોય (બીજીવાર) કહીને ત્યારબાદ એક નમુસ્કુર્ણ તથા બે જાવંતિ અને સ્તવન તથા જયવી પૂર્ણ કહેવા. એ પ્રમાણે કરવાથી શાસ્ત્રોક્ત દ્વિગુણ ચૈત્યવંદના થાય છે, અને એ જ ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચૈત્યવંદના ગણાય છે, અને વર્તમાનમાં પણ એ દ્વિગુણ ચૈત્યવંદના કરવાનો વિધિ ઉત્કૃષ્ટ દેવવંદના તરીકે પ્રસિદ્ધ છે. પૌષધ વગેરેમાં આ રીતે દેવવંદન થાય છે આ ઉપરાંત જ્ઞાનપંચમી, મૌન એકાદશી, ચોમાસી, ચૈત્રી પૂનમ વગેરેના ઉત્કૃષ્ટ દેવવંદન થાય છે. ૬૨
ઉપસંહાર, કર્તાનું નામ અને અન્ય મંગળઃ सव्वोवाहि-विसुद्धं एवं जो वंदए सया देवे । देविंद-विंद-महिअं परम-पयं पावइ लहुसो ॥६३॥
[अन्वय :- एवं जो सया देवे वंदए सो सव्वोवाहिविसुद्धं देविंद-विंदमहिअं परमપર્વ તદુ પાવડ઼ દ્રા ].
શબ્દાર્થ :- સબ્=સર્વ. ઉવાહિsઉપાધિ, ધર્મચિંતા. વિસુદ્ધ=શુદ્ધ. જો જે મનુષ્ય સયા=સદા, પ્રતિદિન. દેવિંદઃદેવના ઇંદ્ર, અથવા દેવેન્દ્રસૂરિ. વિંદ=સમૂહ. વિંદ=વિચાર, જ્ઞાનવાળું. મહિઅં=પૂજિત. અહિ અધિ, અધિક. અં=ઠં=જ્ઞાનવાળું. પરમ-પર્યા=પરમપદ, મોક્ષ. પાવઈ=પામે. લહુ=લઘુ, શીધ્ર. સો તે મનુષ્ય. ૬૩
ગાથાર્થ :એ પ્રમાણે જે મનુષ્ય દેવને પ્રતિદિન વંદના કરે, તે મનુષ્ય દેવેન્દ્રોના સમૂહ વડે પૂજિત અને સર્વ ઉપાધિઓથી શુદ્ધ થયેલું મોક્ષપદ જલદી પામે. ૬૩.
વિશેષાર્થ :- બીજો અર્થ :- સર્વ ધર્મ ચિંતન વડે વિશુદ્ધ તથા સેવિં=શ્રી દેવેન્દ્રસૂરિએ વિદ્ર=દર્શાવેલા વિચારવાળું (એટલે જેનું વિધિ સ્વરૂપ જણાવનારા શ્રી દેવેન્દ્રસૂરિ છે. એવું અને સંવં=જ્ઞાન તે વડે દિ=અધિ=અધિક, (એટલે શ્રી દેવેન્દ્રસૂરિએ પોતાના બોધને અનુસારે જેવી રીતે જાણ્યું તેવી રીતે દર્શાવેલું) એવું જે દેવવંદન (ચ૦ ભાષ્ય) પર્વ=તેમાં કહેલી રીતિ પ્રમાણે જે મનુષ્ય પ્રતિદિન દેવને વંદના કરે, તે શીધ્ર મોક્ષપદ પામે.
આ બીજો અર્થ અવચૂરિના આધારે છે. ll૬all