________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૪૩ પછી, ત્રણ ખમાસમણ દઈ ચૈત્યવંદનનો આદેશ માગી, નમુક્કાર એટલે જઘન્યથી ત્રણ ગાથાવાળું અને ઉત્કૃષ્ટથી એકસો આઠ ગાથાવાળું દેશી ભાષાનું સંસ્કૃત કે પ્રાકૃત ભાષાનું જે ચૈત્યવંદન કરવામાં આવે છે તે ત્રણ કે એકસો આઠ નમસ્કાર કહેવાય છે, અને પછી જંકિંચિ સૂત્ર પણ કહેવું, તે ચૈત્યવંદનાન્તર્ગત સર્વ સામાન્ય ચૈત્યવંદના છે. પરંપરાથી બોલાય છે. ભાષ્યત્રયમાં તે નથી.
પછી ત્રણ વાર ભૂમિને મસ્તક વડે સ્પર્શ કરીને નમુત્થણ કહેવું, પછી અરિહંત ચેઅન્નત્ય કહી ૮ ઉવાસ પ્રમાણ નવકારનો કાઉસ્સગ્ન કરવો.
પછી એક નવકારનો કાઉસ્સગ્ન કરી-પારી અધિકૃત એક ચૈત્ય યા જિન સંબંધી થોય કહેવી.
સમુદાયમાં વડીલે જેને આદેશ આપેલ હોય, તે એક જણ થોય કહે, અને બીજા સાંભળે, તેમાં પુરુષની કહેલી થોય ચતુર્વિધ સંઘને સાંભળવી કહ્યું, અને સ્ત્રીએ કહેલી થોય સાધ્વી અને શ્રાવિકા એ બેને જ કલ્પ (એ રીતે દેવવંદના પણ જાણવી.)-સંઘાચાર ગાથા ૫૦૦ મી.
પછી લોગસ્સવ સંપૂર્ણ કહી, સવ્વલોએ, અરિહંત ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવરિઆએ ઇત્યાદિ પદોથી અરિહંત ચેઈ0 સૂત્ર સંપૂર્ણ અને અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ પારી સર્વ જિન સંબંધી બીજી થોય, પછી પુખરવરદી સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિયાએ ઇત્યાદિ, અન્નત્થ, એક નવકારનો કાઉસ્સગ્ન કરી પારી સિદ્ધાન્તની વંદના સંબંધિ ત્રીજી થોય કહેવી.
પછી સિદ્ધાણં અને વેયાવચ્ચગરાણં અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી શાસનદેવ-દેવીના સ્મરણ સંબંધિ ચોથી થોય કહેવી.
પછી નમુત્થણં, જાવંતિ ચે) ખમા જાવંત કેવિ નમોડ પૂર્વાચાર્ય રચિત ગંભીર અર્થવાળું સંસ્કૃત, પ્રાકૃત અથવા દેશી ભાષાત્મક સ્તવન-જાન્યથી પણ પાંચ ગાથાવાળું કહેવું, પછી જયવીયરાય કહેવા. અહીં એક થોય જોડાથી જ ચૈત્યવંદન સમાપ્ત કરવું હોય તો જયવીયરાયની સંપૂર્ણ પાંચેય ગાથા કહેવી, અને જો ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું હોય, તો જયવીયરાયની પહેલી ૨ ગાથા કહેવી.
ગાથામાં કહેલ એ ૪ થાયવાળું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન ૯ ભેદને અનુસારે તો જઘન્યોત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું અને ઉત્કૃષ્ટોત્કૃષ્ટ ચૈત્યવંદન તો ૮ થાયથી પ્રણિધાનત્રિક સહિત થાય છે.