________________
૧૪૧
ચૈત્યવંદન ભાષ્ય
શ્રાવકોએ કરવાનાં ચૈત્યવંદનો. पडिकमणो गिहिणोविहु सग-वेला पंच-वेल इयरस्स । पूआसु ति-संझासु अ होइ ति-वेला जहन्नेणं ॥६०॥ [ अन्वय :- पडिकमओ गिहिणोवि हु सगवेला,
इयरस्स पंचवेल, जहन्नेणं तिसंज्ञासु पूआसु तिवेला होई ॥६०॥ ] શબ્દાર્થ - પડિકમ=પ્રતિક્રમણ કરનારને. ગિહિણો-ગૃહસ્થને. વિહુ=પણ નિશ્ચયથી, સગ=સાત. વેલા=વખત, સગ-વેલા સાત વખત. પંચવેલ પાંચ વખત. ઈયરસ્સ=ઈતર ગૃહસ્થને, (પ્રતિક્રમણ નહિ કરનાર શ્રાવકને.) પૂઆસુ=પૂજામાં, તિ-સંઝાસુ==ણ સંધ્યાની. તિ-વેલા-ત્રણ વખત, જહણં=જાન્યથી. ૬૦
ગાથાર્થ :પ્રતિક્રમણ કરનાર ગૃહસ્થ પણ સાત અથવા પાંચ વાર અને પ્રતિક્રમણ નહિ કરનાર ગૃહસ્થ પ્રતિદિન ત્રણ સંધ્યાકાળની પૂજાઓમાં જઘન્યથી ત્રણ વાર ચૈત્યવંદના કરવી. ૬oll
વિશેષાર્થ - પ્રભાતના પ્રતિક્રમણમાં ૨ (જાગવાનું અને પડિક્કમણાનું), ત્રણ સંધ્યાનાં દેવવંદનનાં ૩, સાંજે પ્રતિક્રમણનું ૧, અને ૧ સૂતી વખતે મુનિ પાસે સંથારાપોરિસી સાંભળ્યાનું, એમ સાત વાર ચૈત્યવંદન બે વાર પ્રતિક્રમણ કરનાર છૂટા શ્રાવકને હોય છે.
એકવાર પ્રતિક્રમણ કરનારને પ્રભાતમાં જાગવા સમયનું અથવા તો રાત્રે સૂતી વખતનું ચૈત્યવંદન ન કરે, તો ૬ ચૈત્યવંદન હોય છે. પરંતુ જાગવાના સમયનું ચૈત્યવંદન પ્રભાતના પ્રતિક્રમણમાં જોડી દીધેલું હોવાથી, પ્રાતઃ પ્રતિક્રમણ નહિ કરનારને એટલે ૧ સંધ્યા પ્રતિક્રમણ કરનારની અપેક્ષાએ પ્રભાતનાં ૨ ચૈત્યવંદન, જે પ્રાતઃ પ્રતિક્રમણાન્તર્ગત છે, તે ન હોવાથી ગાથામાં ૫ ચૈત્યવંદન, કહેલાં સંભવે છે. અન્યથા એક પ્રતિક્રમણ કરનારને ૬ ચૈત્યવંદન હોય છે. “પવરને તુ પ, સ્વાપતિસમયે તળે પાડયોડપિ”-ઈતિ ધર્મસંગ્રહવૃત્તિઃ
પૌષધમાં ન હોય તેવા શ્રાવકે સંથારા પોરિસી જાતે ન ભણાવતાં, ગુરુ મહારાજ કે પોસાતી ભણાવે, તે સાંભળવી.” એવો વિધિ છે. ૬૦
૨૪. દશ મુખ્ય આશાતનાઓ. तंबोल पाण भोयणुवाणह मेहुन्न सुअण निट्ठवणं । મુત્ત-ડ્યા નૂ, વન્ને ના-નાદ-નડ્ડા દ્દશા