________________
૧૪૦
ભાષ્યત્રયમ્ જયારે, આવે ત્યારે આવનાર પોતાના હૃદયોદ્ગાર પ્રગટ કરી શકે તેવી સર્વ ભક્તિને આ જૈનોના જાહેર ભક્તિસ્થાનમાં અવકાશ રહેવો જ જોઈએ, માટે સ્તવનાદિક મનમાં કહેવાની સૂચનાનાં કેટલેક સ્થળે પાટીઆં હોય છે, તે શાસનની નીતિ અનુસાર નથી.
૨૩. સાત ચૈત્યવંદનો. पडिक्कमणेचेइय-जिमण-चरम-पडिक्कमण-सुअण-पडिबोहे। चिइ-वंदण इय जइणो सत्त उ वेला अहोरत्ते ॥५९॥ [ अन्वय :- जइणो अहोरत्ते पडिक्कमणे चेइय, जिमण चरम पडिक्कमण ।
सुअण पडिबोहे इय सत्त उ वेला चिइ-वंदण ॥५९॥ ] શબ્દાર્થ - પડિક્કમe=પ્રતિક્રમણમાં. ચેઈમ=ચૈત્યમાં, પ્રભુના દર્શન વખતે. જિમણ ભોજન-ગોચરી વખતે. ચરમ=સાંજે દિવસ ચરિમના પચ્ચકખાણ વખતે. સુઅણ=સુતી વખતે. પડિબોહે=જાગૃત થયે (પ્રભાતે). ઇય=એ પ્રમાણે. જઇણો યતિને, મુનિને. અહોરતે અહોરાત્રિમાં, રાત અને દિવસમાં. ૫૯.
ગાથાર્થ :
મુનિઓને રાત અને દિવસમાં, પ્રતિક્રમણ, દર્શન, ગોચરી, સાંજે, પ્રતિક્રમણ વખતે તથા સુવાને અને જાગવાને વખતે એમ સાત ચૈત્યવંદન કરવાનાં હોય છે. પલા
વિશેષાર્થ :- પ્રભાતના પ્રતિક્રમણમાં વિશાલલોચનનું, ચૈત્યમાં-દેહરામાં પ્રભુ-દર્શન કરતી વખતે, જમણ-ગોચરી કરતી વખતે આહાર કર્યા પહેલાં, સાંજે પચ્ચખાણ કરતી વખતે, સંધ્યાના પ્રતિક્રમણમાં નમોડસ્તુ વર્ધમાનાયનું, સૂતા પહેલાં સંથારા પોરિસિ ભણાવતી વખતે ચઉક્કસાયનું, છેવટે જાગૃત થઈને કુસુમિણ દુસુમિણનો કાઉસ્સગ્ન કર્યા બાદ જગચિંતામણિનું, એ પ્રમાણે યતિએ એક અહોરાત્રમાં ૭ (સાત) વાર ચૈત્યવંદન તો અવશ્ય કરવાં, અને અષ્ટમી આદિ પર્વતિથિઓમાં તો સર્વ ચૈત્યવંદનાર્થે સાતથી અધિક (ઘણી) વાર પણ ચૈત્યવંદન કરવાં.
કહ્યું છે કે - अठ्ठमि चउद्दसीए सव्वाई चेइयाई सव्वेहिं साहुहिं वंदेयव्वाइं SC क्यनात् આઠમ ચૌદશે સર્વ મુનિઓએ સર્વે ચૈત્યો વાંદવા.
આ સાત ચૈત્યવંદનો ભિન્ન ભિન્ન વિધિએ થાય છે, તે વિધિઓ ચાલુ પ્રણાલિકા પ્રમાણે ગુરૂગમથી જાણવી. ૫૯