________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૩૯ શબ્દાર્થ - ઇરિ=ઇરિયાવહિયંના. ઉસ્સગ્ન=કાઉસ્સગ્નનું. પ્રમાણં=પ્રમાણ. ઇરિઉસ્સગ-૫માણં=ઈરિયાવહિયંના કાયોત્સર્ગનું પ્રમાણ પણવીસ–પચીસ. ઉસ્સાસ=શ્વાસોચ્છવાસ. પણ-વસુસ્સાસ=પચ્ચીશ શ્વાસોચ્છવાસ. રોસેસ=બાકીના કાઉસ્સગ્ગોનું (પ્રમાણ) અઠ=આઠ. મહુર=મધુર. સદં=શબ્દ. મહુરસદં=મધુર ધ્વનિવાળું. મહત્ન=મહા ગંભીર અર્થ. જુતંત્રયુક્ત. મહડત્થ-જુi=મહાન્ અર્થ યુક્ત. ઘુત્તસ્તવન. ૫૮.
ગાથાર્થ - ઇરિયાવહિયંના કાઉસ્સગ્નનું પ્રમાણ પચ્ચીસ શ્વાસોચ્છવાસ અને બાકીનાનું આઠ છે.
ગંભીર અને મધુર શબ્દોવાળું તેમજ મહા=વિશાળ અર્થવાળું સ્તવન હોવું જોઇએ. ૫૮.
ભાવાર્થ :- ચૈત્યવંદનમાં ઈરિયાવહિયંના કાઉસ્સગ્નનું પ્રમાણ ૨૫ શ્વાસોચ્છવાસના વખત જેટલું છે, કારણ કે, એ કાઉસ્સગ્ગ “ચંદેસુ નિમ્મલયરા” સુધીનો હોવાથી ૨૫ ચરણપાદ જેટલો છે. પાસના સીસીએ એ વચનથી ૧ ઉચ્છવાસનું પ્રમાણ તે ૧ પાદના ઉચ્ચાર કાળ જેટલું ગણાય છે માટે અહીં ઉચ્છવાસ એટલે પાદનો ઉચ્ચાર કાળ જાણવો. પરંતુ નાસિકા દ્વારા જે શ્વાસોચ્છવાસ લેવાય છે, તે પ્રમાણ અહીં ગણવાનું નથી, તથા બાકીના અરિહંત ૨૦ના ૩ કાયોત્સર્ગ અને વેયાવચ્ચગ૦ નો ૧ કાઉસ્સગ્ન એ ૪ કાઉસ્સગ્ગ ૧-૧ નવકારના થાય છે, ત્યાં એક નવકારની ૮ સંપદા છે, અને તે એકેક સંપદા તે એકેક પાદતુલ્ય (એકેક શ્વાસોચ્છવાસ પ્રમાણની) ગણાય છે. માટે તે ચાર કાઉસ્સગ્ગ ૮-૮ શ્વાસોચ્છવાસ પ્રમાણના (એટલે ૮ પાદોચ્ચાર કાળ પ્રમાણના) જાણવા.
તથા જાવંતિ ચે. અને જાવંત કવિ સાહૂ પછી જે સ્તવન કહેવામાં આવે છે, તે મેઘ સરખા ગંભીર અને મધુર ધ્વનિપૂર્વક કહેવું, અને તે પણ મહાન અર્થવાળું (એટલે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન કરે-એવું, તેમજ થોડા અક્ષરોમાંથી પણ ઘણો અર્થ નીકળે એવું) વિશેષતઃ પૂર્વાચાર્ય રચિત કહેવું. પુનઃ આ સ્તવન ભિન્ન ભિન્ન આચાર્યોનાં અથવા મુનિમહાત્માઓનાં બનાવેલાં કહેવાય છે, માટે અમુક સ્તવન જ કહેવાય એવું સ્તવનનું નિયતપણું ન હોવાથી ચૈત્યવંદન ભાષ્યાદિમાં સૂત્રો સાથે ગણત્રીમાં ગણ્યું નથી.
સ્તવન વ્યક્તિગત ભાવનાને બહાર લાવવાનું સાધન છે અને જિનમંદિરમાં દર્શન-પૂજા વગેરે માટે શાસ્ત્રોક્ત વખતે ન બને તો પણ પોતાની અનુકુળતાએ