________________
૧૩૮
ભાષ્યત્રયમ્ ૧૫. કોઠું-કપડું વગેરે મેલું થવાના ભયથી કે (પ્ર. વ. સારો) પ્રમાણે) પદિકા વગેરેના ભયથી ધોતિયાની પાટલીનો કોઠાના ફળની માફક ગોળ ડુચો કરી બે પગ વચ્ચે દબાવવો.
૧૬. શિરકંડ-માથું હલાવ્યા કરવું. ૧૭. મૂંગો-મૂંગાની માફક, હું છું, કર્યા કરવું.
૧૮. વારુણી-મદિરા-દારૂ પાકે ત્યારે તેમાં “બુડ બુડ' શબ્દ થાય, તેની માફક કાઉસ્સગ્ન કરતાં બડબડાટ કરવો.
૧૯. પ્રેક્ષા-વાનર-વાંદરાની જેમ ઊંચ-નીચે થઈ ડોકું ખેંચી જોયા કરવું.
ધર્મરત્ન પ્રકરણમાં ભીંતને ટેકો દેવાનો દોષ જુદો ગણાવ્યો છે, અને ચૈત્યવંદન મહાભાષ્યમાં ભમૂહ એટલે ભવાં અને અંગુલિ, એટલે આંગળ, એ બે દોષ જુદા ગણાવ્યા છે, એટલે ૨૦ અથવા ૨૧ પણ દોષો થાય છે.
લંબુન્નર, સ્તન અને સંયતી એ ત્રણ દોષ સાધ્વીને ન લાગે, કેમકે તેમનું સર્વાગ ઢાંકેલું હોવું જોઈએ. માત્ર પ્રતિક્રમણાદિ ક્રિયા વખતે મસ્તક ખુલ્લું રાખવું જોઈએ.
અને ઉપરના ત્રણ દોષો અને વધુ દોષ સહિત કુલ ચાર દોષો શ્રાવિકાને ન લાગે, કારણ કે શ્રાવિકાએ મસ્તક પણ ઢાંકેલું રાખવાનું છે, અને દૃષ્ટિ નીચી રાખવાની આજ્ઞા છે, કેમકે-લજજા સ્ત્રીનું ભૂષણ છે, અને તે જળવાવી જોઈએ.
ઉપરના દોષો ટાળીને કાયોત્સર્ગ કેમ કરવો તે જાણી લેવું જોઈએ. ચાર આંગળ આગળ અને ચાર આંગળથી કાંઈક ઓછું પાછળ, બે પગ વચ્ચે અંતર રાખીને, દષ્ટિ નાસિકા ઉપર સ્થાપીને, બે હાથ છૂટા રાખીને, દાંતને, દાંત ન અડકે તેમ, બે હોઠના પુટ પરસ્પર સ્પર્શ કરે તેમ અડકાડીને, માનસિક જાપથી નવકારાદિક ગણીને શુદ્ધ અને શાંત ચિત્તે કંપ્યા વિના, આમતેમ જોયા વિના; આગારમાં છુટ હોય. તે સિવાયની કાંઈ પણ ક્રિયા થવા દીધા વિના તદન મૌન અને ધ્યાનસ્થ રહીને પરમ વિશુદ્ધ ભાવથી કાયોત્સર્ગ કરવાનો હોય છે. ૫૭.
૨૧. કાઉસ્સગના વખતનું માપ. ૨૨. સ્તવન રિ-સા-પાઇ, પUT-વીસુસાસ ગ સ ા
મીર-મદુર-સ૬, મલ્થ-નુત્ત હવટ્ટ થd ૧૮ [ કન્વય :- રિ-૩ -૫મા,-૫ણવીસુક્ષસ, તેનું મá I
ગીર-મદુર-દું, મરઘ-ગુi-ઘુત્ત-વડું IIટા ]