________________
૧૩૭
ચૈત્યવંદન ભાષ્ય
શબ્દાર્થ :- ઘોડગ=ઘોડો. લય=લતા, વેલડી, ખંભાઈ=સ્તંભાદિક. માલકમાલ. ઉદ્ધી–ઉધ (ગાડાની) નિઅલ=નિગડ, હેડ. સબરિ=શબરી, ભીલડી. ખલિણ–ચોકઠું. વહૂ-વહુ, વધૂ. લંબુત્તરકલાંબુ ઉત્તરીય, લાંબું ઓઢવાનું. થણ સ્તન. સંજઈ=સંયતી, સાધ્વીજી. ભમુહંગુલિ=આંગળી હલાવવી, અથવા ભવાં અને આંગળીઓ હલાવવી. ભમૂહeભ્રમર, ભવાં. અંગુલિ=આંગળી. વાયસ=કાગડો. કવિઠ્ઠો-કોઠાનું ફળ. ૫૬
સિરકંપ=માથું હલાવવું. મૂઅ મૂક, મુંગો. વાણિ=દારૂ. પેહ=પ્રેક્ષ્ય, વાનરની માફક જોયા કરવું. તિ=એ પ્રમાણે ચઇજ્જ ત્યાગવા, છોડવા, પરિહરવા, લાગવા ન દેવા. દોસ=દોષો. ઉસ્સગ્ગ=કાઉસ્સગ્નમાં. સમણીણ સાધ્વીજીઓને. સ-વહુ-વધૂ સહિત. સઢણં=શ્રાવિકાઓને. ૫૭.
ગાથાર્થ :ઘોડો, વેલડી, થંભાદિક, માલ, ઉદ્ધ, હેડ, ભીલડી, ચોકઠું, વહુ, લાંબુ વસ્ત્ર, સ્તન, સાધ્વીજી, ભમતી આંગળીઓ, કાગડો, કોઠું. ૫૬.
માથું હલાવવું, મૂંગો, દારૂ, વાનર. આ દોષો કાયોત્સર્ગમાં તજવા જોઇએ. સાધ્વીજીને લંબુન્નર, સ્તન અને સંયતી અને શ્રાવિકાને વધૂ સહિત એ દોષો ન હોય. ૫૭.
| વિશેષાર્થ :૧. ઘોડો-ઘોડાની પેઠે પગ વાંકો કે ઊંચો રાખવો ૨. લતા-વેલડીની માફક શરીર કંપાવવું. ૩. થંભાઈ-થાંભલા, ભીંત વગેરેને ટેકો દેવો. ૪. માલ-માળ કે મેડીને માથું લગાડવું. ૫. ઉદ્ધિ-ગાડાની ઉધ માફક બે પગ ભેગા કરીને ઊભા રહેવું. ૬. નિગડ-હેડમાં પગ ઘાલ્યા હોય તેમ પહોળા પગ કરીને ઊભા રહેવું. ૭. શબરી-ભીલડીની માફક બે હાથ ગુહ્ય અંગની આગળ રાખીને ઊભા રહેવું. ૮. ખલિન-લગામ, ઘોડાની લગામની માફક ઓઘો કે ચરવળો પકડવો અથવા
દાંડી પાછળ અને ગુચ્છો આગળ રાખીને ઊભા રહેવું. ૯. વધૂ-વહુની માફક માથું નીચું રાખીને કાઉસ્સગ્ન કરવો. ૧૦. લંબુત્તર-ધોતિયું કે ચોલપટ્ટો નાભિથી ચાર આગળ નીચે અને જાનથી ચાર
આંગળ ઉપર રાખવાને બદલે લાંબો રાખે. ૧૧. થણ-સ્ત્રીની માફક છાતી ઉપર કપડું ઓઢી કાઉસ્સગ્ન કરવો. ૧૨. સંયતિ-સાધ્વીજીની માફક મસ્તક વિના આખું યે શરીર ઢાંકીને કાઉસ્સગ્ન
કરવો. ૧૩. ભ્રમિતાંગુલી-નવકારાદિક ગણવા આંગળી કે નેત્રનાં ભવાં આમતેમ ફેરવવાં. ૧૪. કાગડો-કાગડાની માફક આમતેમ જોવું.