________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૩૫ ૧૦ વૈયાવૃત્ય કરનાર હોય, ૧૧. શાંતિ કરનાર હોય, અને
૧૨ સમ્યગ્દષ્ટિને સમાધિ કરનારા હોય તેનું સ્મરણ કરવાનું છે, અર્થાત્ તેઓમાં વૈયાવૃત્યકરત્વ, શાંતિકરત્વ અને સમાધિકારત્વ રૂપ કારણો હોય તો આ કાયોત્સર્ગ થઈ શકે છે, અને તેવા દેવાદિકથી જ કાયોત્સર્ગનો ઉદ્દેશ સિદ્ધ થાય છે. ૫૪
૧૯. બાર અથવા સોળ આગારો अन्नत्थ-आइ बारस, आगारा, एवमाइया चउरो । માપUદ્ધિ-છિ-વોહી-gોમાં-ફ઼ડફ્લાવા
[ કન્વય :-૩ન્નત્થનાડુ વારસ, વાફિયા વકરો કIII I Tol--fછેવોહી રોમા-ડડ શો ય પ ].
શબ્દાર્થ - અન્નત્થ=અન્યત્ર અન્નત્થ સૂત્રના પહેલા પદ સાથે સંબંધ ધરાવતા. આઈ=વગેરે. અન્નત્થઆઈ અન્નત્થ પછીથી વગેરે. બારસ=બાર. આગારા=આગારો. એવાઈ=એવંથી માંડીને. ચહેરોકચાર અગણી=અગ્નિ. પર્ણિદિ=પંચેન્દ્રિય, છિંદણ છેદન તથા આડ, પણિંદિ-છિંદણ=પંચેન્દ્રિયની આડ અથવા પંચેન્દ્રિયનું છેદન. બોહીનોભાઈ=સમ્યકત્વનો ક્ષોભ, હાનિ. ડક્કો=jખ. ૫૫
ગાથાર્થ :અન્નત્થ ઇત્યાદિ બાર અને અગ્નિ, પંચેન્દ્રિય છેદન, બોધિક્ષોભ અને ડંખ, એવાઈ અહીંથી આ ચાર; એમ સોળ આગારો છે. પપ
વિશેષાર્થ - અન્નત્થ-સિસિએણંથી પ્રારંભીને દિઠીસંચાલેહિ સુધીના બાર આગાર તે આ પ્રમાણે(૧) શ્વાસ લેવો. | (૬) ઓડકાર | (૯) વમન (૨) શ્વાસ મૂકવો.| (ઊર્ધ્વવાયુ) | (૧૦) સૂક્ષ્મ કાયકંપ (૩) ખાંસી (૭) અધોવાયુ (૧૧) સૂક્ષ્મ શ્લેખસંચાર (૪) છીંક
(વાછુટ) | (૧૨) સૂક્ષ્મ દૃષ્ટિસંચાર (૫) બગાસું | (૮) ભમરી (ચકરી).
આ બાર આગાર એટલે કાઉસ્સગ્નમાં રખાયેલ અપવાદ રૂપ છૂટોથી કાઉસ્સગ્નનો ભંગ ન થાય. જો એ આગાર રાખ્યા (રખાયા) ન હોય અને કાઉસ્સગ્ન કરવામાં આવે, તો કુદરતી રીતે થતી એ બાર ક્રિયાઓથી સર્વથા નિષ્ક્રિયપણે કરવાના કાઉસ્સગ્નનો ભંગ જ ગણાય. આ બાર આગાર તો એક સ્થાને ઊભા રહેવા આશ્રયીને છે, પરંતુ કાઉસ્સગ્નના નિયત સ્થાનથી ખસીને