________________
૧૩૪
ભાષ્યત્રયમ્ ગાડીમાં બેસીને જલદી ફૂલ લેવા જાય છે “ફૂલ લેવા જલદી જવું” એ જવાનો ઉદ્દેશ છે અને “ગાડી” એ જવાનું સાધન-કારણ છે.
તે પ્રમાણે, ઈરિયાવહિયા પ્રતિક્રમણના કાઉસ્સગ્નનો ઉદેશ પાપ ખપાવવાનો છે પરંતુ તે કેવી સામગ્રી-સહિત ઈરિયાવહિયા પડિક્કમાય, તો પાપ ખપે? એ મુદ્દો છે.
ઇરિયાવહિય પછી મિચ્છામિ દુક્કડે દઈ આલોચન પ્રતિક્રમણ કર્યા બાદ
૧. તેની ઉત્તર-પછીની ક્રિયા રૂપ-કાઉસ્સગ્ન પ્રાયશ્ચિત કરવા વડે -(૭૦ પ્રાયશ્ચિત્તમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત પ્રતિક્રમણ પ્રાયશ્ચિતની પછી, એટલે ઉત્તર ક્રિયામાં છે, માટે) કાયોત્સર્ગ એ પ્રતિક્રમણની ઉત્તરક્રિયા છે.
૨. એ ઉત્તરક્રિયા પણ એમ ને એમ કરવાની નથી, પરંતુ પ્રાયશ્ચિત-પાપની શુદ્ધિ માટે કરવાની છે, માટે પ્રાયશ્ચિત કરવાની ભાવના હોવી જોઈએ.
૩. પ્રાયશ્ચિત કરવાનો હેતુ આત્મ-વિશુદ્ધિનો છે; જો વિશુદ્ધિ ન થાય, તો પ્રાયશ્ચિત્ત કરવાથી શું ?
૪. અને વિશુદ્ધિ પણ માયા, મિથ્યાત્વ અને નિદાનઃ એ ત્રણ શલ્ય રહિત આત્માને કરવા માટે છે. જો એ ત્રણ ન જાય, તો વિશુદ્ધિ શી ?
આ ચાર હેતુઓ તથા વંદનાદિક ફલ મેળવવાના ઉદ્દેશથી કાયોત્સર્ગ કરવામાં આવે, પરંતુ તે કાયોત્સર્ગ યથાયોગ્ય સાધન-સામગ્રી વિના કરવામાં આવે, તો તે ઉદેશની સિદ્ધિ શી રીતે કરી આપી શકે? માટે તે શ્રદ્ધા વગેરે પાંચ સાધનો સાથે કરવો જોઈએ.
૫. શ્રદ્ધા-બીજાની પ્રેરણા વિના વધતી જતી સમ્યગદર્શનની શુદ્ધિ વડે.
૬. અને તે વડે વધતી જતી મેધા, એટલે કેવળ દેખાદેખી કે જડતા વિના હેયોપાદેય બુદ્ધિ અથવા જિનાજ્ઞા પ્રમાણેની મર્યાદાપૂર્વકની બુદ્ધિ વડે.
૭. અને તે બુદ્ધિ વડે વધતી જતી વૃતિ-ધીરજ-રાગાદિકથી આકુલ વ્યાકુલ થયા વિના મનની એકાગ્રતા સાથેની પ્રીતિપૂર્વકની ધીરજ વડે.
૮. અને તે ધીરજ વડે વધતી જતી ધારણા-એટલે શૂન્ય મનથી નહિ, પરંતુ અરિહંતાદિકના ગુણોના સ્મરણપૂર્વકની ધારણા વડે.
૯. અને તે ધારણા વડે વધતી જતી અનુપ્રેક્ષા- “જયાં ત્યાં કાંઈ પણ કામ કરી છૂટવું” એવી ઉપેક્ષા બુદ્ધિથી નહિ, પરંતુ અર્થ અને પરમાર્થના અનુચિંતનપૂર્વક
કરવામાં આવેલ કાયોત્સર્ગ વંદનાદિક ઉદ્દેશો સિદ્ધ કરી શકશે.
અને શાસનદેવાદિકનો કાયોત્સર્ગ કરવાનો ઉદ્દેશ સ્મરણાદિકથી તેમને ઉત્સાહિત કરવાનો છે, પરંતુ