________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૩૩ હોત. જેમ ગુરુનો પણ ભાવથી તથા દ્રવ્યથી બન્ને ય પ્રકારે વિનય સચવાય છે. હાર્દિક (હૃદયની) ભક્તિથી ભાવ વિનય અને સેવાચાકરી, આહારાદિક લાવી આપવા વગેરે વૈયાવૃત્યથી દ્રવ્ય વિનય થાય છે. તે જ પ્રકારે તીર્થંકર પરમાત્માનો પણ દ્રવ્ય વિનય મુનિમહારાજાઓએ પણ પોતાની મર્યાદાને અનુસરીને કરવાનો શાસ્ત્ર સમ્મત જણાય છે. તેઓ દ્રવ્યપૂજાનો કે ઉપદેશ આપી શકે છે, તે માટે પ્રેરી શકે છે, તેમાં જોડી શકે છે, તેનું વિધાન કરી શકે છે, પૂજા પરત્વે (દ્રવ્યપૂજા પરત્વે) વિધિવિધાન સમજાવી શકે છે, માટે અનુમતિથી પણ દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજાનાં ઉપકરણ દ્રવ્યો વિનાની દ્રવ્યપૂજા મુનિ-મહારાજાઓને પણ હોય છે, એમ સૂક્ષ્મદ્રષ્ટિથી સમજવું. ઉચિત રીતે કરવાની હોય તે ન કરવામાં આવે તો તેનાં પ્રાયશ્ચિત્તો પણ લેવાનાં હોય છે. મુનિઓને પણ દેવ આત્મોત્કર્ષમાં પ્રબળ અને મુખ્ય નિમિત્ત હોય છે. દેવ વિના ધર્મ કે શાસન નથી. શાસનદેવાદિકને ઉત્સાહિત કરવાનું પણ કાયોત્સર્ગ કરવાનું ખાસ નિમિત્ત છે. દરેક ચૈત્યવંદના કરનારા એ પ્રમાણે જાગૃતિ રાખ્યા કરે, તો સંઘનું હિત થાય, સંઘનું બળ વધે, અને દરેક વ્યક્તિએ પણ શાસન તરફની ભક્તિ સાથે સાથે વ્યક્ત કરી ગણાય. એટલે દેવનું સ્મરણ અને જૈનશાસનની આરાધના એમ બન્ને ય થાય ૫૩.
૧૮. કાયોત્સર્ગ કરવાનાં બાર કારણો-સાધનો છે : ૨૩“તસ૩રૂરીશ્વર'-પમુદ“સદ્ધ-ડડક્યા પહેલા વૈયાવચ્ચત્ત-ટ્ટ” તિજ્ઞ રૂમ રે-વાર પછી
[અવય :-“તસ ૩ત્તરીકરણ”-પ્રમુદ ૧૩, “સારુ” થાય પણ, “વેચાવવા” ત્તા તિક્સિ, હે રૂથ હેડ-વારસો I૪ll ]
શબ્દાર્થ - પમુહ=વગેરે, પણ=પાંચ હઊ=પ્રયોજનો, વૈયાવચ્ચગરત્તાવડઈ = વેયાવચ્ચકરપણું વગેરે. ઈએ=એ, એ પ્રમાણે. બારસગં=બારનો સમૂહ, હેલબારસગં=બાર હેતુ ૫૪.
ગાથાર્થ :“તસ્સ ઉત્તરીકરણ” વગેરે ચાર “શ્રદ્ધા” વગેરે પાંચ અને વૈયાવચ્ચ કરવાપણું વગેરે ત્રણ એ પ્રમાણે બાર કારણો-સાધનો છે. ૫૪
| વિશેષાર્થ:- આઠ નિમિત્તોમાં કાયોત્સર્ગનાં આઠ પ્રયોજનો ઉદ્દેશો બતાવ્યા છે અને આ બાર હેતુઓમાં-બાર કારણો ગણાવે છે. કાર્ય કરવાનો ઉદ્દેશ તે પ્રયોજન જણાવે છે અને કાર્ય ઉત્પન્ન થવામાં મદદગાર સાધનો, તે હેતુ-કારણ વગેરે કહેવાય છે.