________________
૧૩૨
ભાષ્યત્રયમ્
વિશેષાર્થ :- ચૈત્યવંદના કરતાં પહેલાં ઇરિયાવહિયા પ્રતિક્રમવાના હોય છે, અને એક લોગસ્સનો કાયોત્સર્ગ કરવાનો હોય છે. તે ચૈત્યવંદના કરતાં પહેલાંની મન, વચન, કાયની શુદ્ધિ કરવાની હોય છે. એકંદર પાવાણું કમ્માણ નિાયણઠાએ પાપ કર્મોના નાશ માટે એ કાયોત્સર્ગ થાય છે, તથા વંદણ વરિઆએથી નિવસગ્ગવત્તિઓએ સુધીના ૬ (છ) નિમિત્તોથી તેની પછીનો કાયોત્સર્ગ થાય છે, એટલે કે દ્રવ્યપૂજાથી મળતું ફળ કાયોત્સર્ગાદિક અત્યંતર તપથી પણ મેળવી શકાય છે. તેવી જ રીતે કેટલીક વખતે અત્યંતર તપથી મેળવાતું ફળ બાહ્ય તપથી કે દ્રવ્યચારિત્રથી પણ મેળવી શકાય છે. માત્ર ગૌણમુખ્ય ભાવ હોય છે. દ્રવ્યઃ ભાવ સહિત આદરણીય છે. અને ભાવ દ્રવ્ય સહિત આદરણીય છે. અધ્યવસાયો અને મન, વચન, કાયાના યોગોની વિચિત્ર-વિચિત્ર યોજના તથા ત્રણ રત્નની આરાધનાને લગતી વિવિધ યોગ પ્રક્રિયાઓના સ્વરૂપની સમજથી આ વસ્તુ બરાબર સમજાય તેમ છે.
એટલે તે કાયોત્સર્ગથી પણ એ છ પ્રવૃત્તિનાં ફળ મળે છે. એ જ રીતે કાયોત્સર્ગના-ધ્યાન બળથી શાસન-દેવાદિક અધિષ્ઠાયકોમાં પણ જાગૃતિ આવી જાય છે તથા ઉત્સાહ આવે છે. કેમક-માનસિક અને આત્મિક અનુષ્ઠાનો વધારે બલવાનું હોય છે.
સ્મરણ-સ્તુતિ-અને નમસ્કાર વડે મન-વચન-કાયાની શુભ પ્રવૃત્તિ-તે વંદન. પુષ્પાદિક વડે પૂજા-તે પૂજન. વસ્ત્રાદિક વડે આદર-તે સત્કાર. મનની પ્રીતિ વડે વિનયોપચાર-તે સન્માન. મરીને પણ જૈનધર્મની પ્રાપ્તિ થાય; તેવી તૈયારી-તે બોધિલાભ. નિર્વાણપ્રાપ્તિ-તે નિરુપસર્ગ.
આ પ્રકારે તથાવિધ દ્રવ્યસામગ્રીના ત્યાગી મુનિ-મહારાજાઓને મુખ્યપણે ભાવપૂજા હોવા છતાં કાયોત્સર્ગાદિ મારફત દ્રવ્યપૂજાના ફળની પ્રાપ્તિની ક્રિયા મુનિભાવથી વિરુદ્ધ નથી. તેમની પાસે દ્રવ્યો નથી, માટે તેઓ દ્રવ્યપૂજા ગૃહસ્થોની જેમ કરી શકતા નથી, તેમ કરવા જતાં તેમને અનેક પ્રકારે તેમના ત્યાગમાં અડચણ આવે. છતાં-શ્રી જિનાલયે જવું, વંદન, નમસ્કાર, સ્તુતિ, દ્રવ્યપૂજાનો ઉપદેશ, પ્રભુના સ્નાત્રાદિક મહોત્સવો, પ્રભુના વરઘોડા, પૂજા ભણાવવી, પ્રતિષ્ઠા વગેરેમાં વાસપાદિકથી પૂજા વગેરે રૂપે દ્રવ્યપૂજા ઘણી રીતે ગોઠવાયેલી છે. માત્ર પ્રકાર ભેદ છે. જો એલી ભાવપૂજા જ મુનિઓને પૂજા હોત તો ઉપાશ્રયમાં બેઠા બેઠા ધ્યાનથી જ ભાવપૂજા કરવાની હોત, પરંતુ ઉપરના વિધાનોમાં ભાગ લેવાનું ન