________________
૧૩૧
ચૈત્યવંદન ભાષ્ય
સ્તુતિ થવાથી આખી ચૈત્યવંદના સ્તુતિ કરનારની વ્યક્તિગત પણ એક વ્યક્તિ ચૈત્યવંદન કરતી હોય તો તેની કે મંડળી ચૈત્યવંદન કરનાર હોય, તો તે મંડળીની બની જાય છે.
માટે આ ચારેય સ્તુતિઓ શાસન પ્રભાવના રૂપ પણ છે. કોઈ પણ એક તીર્થકરની સ્તુતિ ઉપરથી પરમાત્માના ગુણોની જાહેરાત થાય છે. સર્વ તીર્થકરોની સ્તુતિ ઉપરથી “શાસન ચોવીશેય તીર્થકર ભગવંતોનું ચાલ્યું આવે છે.” એમ જૈન ઇતિહાસના ટૂંકમાં કેન્દ્રો સૂચવાય છે. ત્રીજી સ્તુતિમાં જૈન પ્રવચનની ખૂબી જાહેર થાય છે અને ચોથીમાં “ઇંદ્રાદિક દેવો આ શાસનના સેવકો છે, અને તેઓના પ્રભાવથી પણ શાસન પ્રભાવશાળી છે.” એવી છાયા પડે છે તથા વ્યક્તિગત સ્વ-રચનાની સ્તુતિઓ બોલાતી હોવાથી પોતાનો ઉમળકો પણ પ્રગટ કરી શકાય છે. પરંતુ સર્વ જીવો શૈલીના જ્ઞાતા ન હોય એટલે પૂર્વાચાર્યાદિક વિશિષ્ટ જ્ઞાનીઓની બનાવેલી સ્તુતિ બોલવી યોગ્ય ગણાય છે. આથી જ સ્તવનાદિકની પેઠે, સ્તુતિઓ પણ અનેક આચાર્યોની બનાવેલી મોટી સંખ્યામાં મળી શકે છે. માટે સ્તુતિ યુગલ એ જાહેરમાં શાસનપ્રભાવક અંગ ચૈત્યવંદનામાં સમાયેલું જણાય છે. સ્તુતિઓ પણ અનેક કાવ્ય ચમત્કાર, શબ્દાલંકાર, અર્થાલંકાર, ચિત્ર, કાવ્ય વગેરેથી ભરપૂર સર્વગ્રાહી સ્વરૂપમાં હોય છે. એ રીતે ચૈત્યવંદના એક જાહેર અને પ્રસિદ્ધ સર્વ સામાન્ય અને માન્ય જૈન સંઘનું વિધાન કરી શકે છે. પર.
૧૭. આઠ નિમિત્તો पाव-खवण-त्थ इरिया-ऽऽइ वंदणव्वत्तिया-ऽऽइ छ निमित्ता। પવયUT-સુર-સરVT-Sત્યં, વરૂપો ય નિમિત્ત-ટ્ટ પરૂા.
[ अन्वय :- पाक्खवणत्थ इरियाइ वंदण-वत्तिया-ऽऽइ, छ निमित्ता । पवयण-सुर સરë, સો રૂચ નિમિત્ત-ડઢ IIFરા ]
શબ્દાર્થ :- પાવ-ખવણત્વ=પાપ ખપાવવાને માટે, દરિયાઈ=ઈરિયા-વહિનો, વંદણ-વત્તિયાઈ-છ નિમિત્તા=વંદણ-વત્તિયા વગેરે છ નિમિત્તોનો, પવયણ-સુરસરણત્યં= પ્રવચનસુર-શાસનદેવનું સ્મરણ કરવા માટે, ઉસ્સગ્ગો=કાઉસ્સગ્ન કરવો, ઈય=ઈતિ, એમ, નિમિત્ત=નિમિત્તો. અઠ-આઠ ૫૩.
ગાથાર્થ :પાપ ખપાવવાને માટે ઈરિયાવહિય પ્રતિક્રમણનો, વંદણ-વત્તિયા વગેરે છ નિમિત્તોનો, અને શાસનદેવના સ્મરણ માટેનો કાઉસ્સગ્ન કરવો એમ આઠ નિમિત્તો છે. પ૩.