________________
૧૩૦
ભાષ્યત્રયમ્
ગાથાર્થ :અધિકૃત જિનની પહેલી, સર્વ જિનની બીજી, જ્ઞાનની ત્રીજી તથા વેયાવચ્ચ કરનાર દેવોના ઉપયોગને અર્થે (તથા સ્મરણાર્થે) ચોથી થાય છે. પરા
વિશેષાર્થ :- દેવવંદનમાં કોઇવાર ૪ (ચાર) થાય અને કોઈવાર ૮ (આઠ) થોય બોલાય છે. ચાર થાયથી દેવવંદન કરીએ ત્યારે એક સ્તુતિ જોડો કહેવાય છે અને આઠથી કરીએ ત્યારે બે જોડા કહેવાય છે. ચાર સ્તુતિમાં પહેલી ત્રણનું નામ વંદના સ્તુતિ કહેવાય છે. છેલ્લી ચોથી અનુશાસ્તિ સ્તુતિ કહેવાય છે. તે બેનું યુગલ, જોડકું મળી ચાર થાય થાય. પરંતુ તે એક જોડો-જોડકું યુગલ કહેવાય. આઠ થોયમાં તેવાં બે યુગલ-બે જોડા થાય છે.
પહેલી ત્રણમાં પણ પહેલી થોય જેની સ્તુતિ કરવાની હોય તે મુખ્ય તીર્થકર પ્રભુની, તીર્થ કે જ્ઞાનાદિક ગુણની પ્રધાનતા હોય છે. અને બીજીમાં સર્વ તીર્થકરોની પ્રધાનતા હોય છે, ત્રીજીમાં જ્ઞાનની પ્રધાનતા હોય છે. અને ચોથીમાં શાસનદેવને જાગૃત કરનારા હોય છે.
હવે નમુત્થણ, લોગસ્સ, પુખરવરદી, વેયાવચ્ચગરાણંમાં સ્તુતિ તથા કાઉસ્સગ્ગથી તે ચારેયથી સ્તુતિઓ થઈ હોય છે. છતાં છેલ્લે છેલ્લે કાવ્યમય વાણીથી તે દરેકની સ્તુતિ કરી લેવામાં આવે છે, માટે તેનું નામ ચૂલિકા-પરિશિષ્ટ રૂપ સ્તુતિ કહેવાય છે.
પહેલી થાય નમુત્યુર્ણ પછીના અરિહંત ચેઇઆણે પછીના, બીજી થોય સબ્યુલોએના અરિહંતચેઇઆણે પછીના, ત્રીજી થોય સુઅસ્ત ભગવઓના અરિહંતચેઈઆણું પછીના, ચોથી વેયાવચ્ચગરાણુંમાં અન્નત્થ પછીના, કાઉસ્સગ્ગ પછી બોલાય છે, એટલે તે તે અધિકારની ચૂલિકા રૂપે છે. કલ્યાણકંદમાં પાંચ તીર્થકરો, સંસારદાવામાં શ્રી મહાવીરસ્વામી મુખ્ય છે. એ દષ્ટાંતો સમજી લેવાં શ્રી જગચંદ્રસૂરીશ્વરજી મહારાજના મુખ્ય શિષ્ય શ્રી દેવેન્દ્રસૂરિ વગેરે તપાગચ્છના મુખ્ય આચાર્યોને આ રીતે ચારેય સ્તુતિઓ માન્ય છે, એમ તેમના આ ગ્રંથ ઉપરથી નક્કી થાય છે.
કાવ્યમય સ્તુતિ આબાલ-ગોપાલ-અંગના વૃદ્ધાદિક સર્વને ગ્રાહ્ય થાય છે. સૂત્રાત્મક સ્તુતિ જૈનશાસ્ત્રજ્ઞ અને શાસનમર્મજ્ઞને ગ્રાહ્ય થાય છે. કાયોત્સર્ગરૂપ સ્તુતિ તો ભાવતુતિ હોવાથી માનસિક ને યોગશાસ્ત્રજ્ઞ ગમ્ય છે, ત્યારે કાવ્યરૂપ ચૂલિકા સ્તુતિ-જાહેર-સર્વમાન્ય અને સમ્મત-દર્શન પ્રભાવના રૂપ તેમજ વ્યક્તિગતસ્તુતિ કરનારાના મનોગત ભાવ વ્યક્ત કરવા રૂપ-સ્વતંત્ર સ્તુતિ છે. અન્યદર્શની પણ તે સ્તુતિ ઉપરથી સંક્ષિપ્ત સ્તોત્યનું સ્વરૂપ સમજી શકે છે, અને વ્યક્તિગત