________________
૧૨૮
ભાષ્યત્રયમ્
કરી છે, તથા બારમામાં શાસનદેવનું સ્મરણ કર્યું છે, એમ શ્રી પ્ર0 સારોદ્વારમાં કહ્યું છે, જેથી ૧-૨-૩-૪-૫-૬-૯-૧૦-૧૧ એ ૯ અધિકારમાં જિનવંદના, સાતમામાં શ્રુતવંદના, ૮ ભામાં સિદ્ધવંદના અને બારમામાં સુર-સ્મરણ છે, મુનિવંદન ૧૨ અધિકારમાં નથી, આથી ૧૨ અધિકાર સમ્યગુદર્શન પ્રધાન જણાય છે, પરંતુ દરેક ચૈત્યવંદન કે દેવવંદનામાં જાવંત કેવિ૦ હોય જ છે, છેવટે. પ્રતિક્રમણાદિકમાં ભગવાહ અને અઢાઇજેસુ પણ હોય છે. એટલું મુનિચંદન તો જોડાયેલું હોય જ છે. नाम-जिणा जिण-नामा ठवणजिणापुण जिणिंदपडिमाओ। दव्व-जिणा जिण जीवा भाव-जिणा समवसरण-त्था ॥५१॥
[ સન્વય :- નામ-ઉના -નામ, હવન-ઉના - માગો -ઉનાળા નિ-નીવા, પુખ બાવ-ઉના સમવસરણ-સ્થા. ૧૨ ]
શબ્દાર્થ :- નામઃનામ. જિણા=જિનેશ્વરો, નામ-જિણા=નામથી જિનેશ્વરો, ઠવણ=સ્થાપના. ઠવણ-જિણા=સ્થાપનાથી જિનેશ્વરો, જિસિંદ=જિનેંદ્ર, પડિમાઓ પ્રતિમાઓ, જિણિંદ-પડિમાઓ=જિનેશ્વરોની પ્રતિમાઓ; દબૂ દ્રવ્ય. દવ્ય-જિણા દ્રવ્યથી જિનેશ્વરો, જિણ-જીવા=જિનેશ્વર ભગવંતોના જીવો. ભાવજિણા=ભાવથી જિનેશ્વરો. સમવસરણ-ત્થા સમવસરણમાં રહેલા, સમવસરણમાં બિરાજમાન. ૫૧.
ગાથાર્થ :નામથી જિનેશ્વરો તે જિનેશ્વરનાં નામો, સ્થાપનાથી જિનેશ્વરો, તે જિનેશ્વરોની પ્રતિમાઓ દ્રવ્યથી જિનેશ્વરો, તે જિનેશ્વરોના જીવો, અને ભાવથી જિનેશ્વરો તે સમવસરણસ્થ ભગવંતો. ૫૧
વિશેષાર્થ:- શ્રી જિનેશ્વર ભગવંતનાં નામો તે પણ એક પ્રકારના જિનેશ્વરી જ છે. અને તે જિનેશ્વરો નામ-જિન (નામ જિનેશ્વર) કહેવાય છે. એ જ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતની પ્રતિમાઓ પણ એક પ્રકારના જિનેશ્વરો જ છે. આ જિનેશ્વરો સ્થાપના જિનેશ્વરો કહેવાય છે. કેવળજ્ઞાન પામી સમવસરણમાં દેશના આપવાની શરૂઆત વગેરે જાહેર રીતે જોઈ શકાય તેવી રીતે કરે, ત્યારે તીર્થંકર નામકર્મનો રસોદય શરૂ થાય છે. કેવળજ્ઞાન થતાં જ તેના ઉદયની શરૂઆત થાય