________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૨૭ અહીં મુનિ વિના ૩ વંદનીય અને ૧ સ્મરણીયઃ એ ૪ઃ તે ૧૨ અધિકારમાં અન્તર્ગત થાય છે. તે આ પ્રમાણે ૧-૬-૯-૧૦-૧૧ એ પાંચ અધિકારમાં ભાવ જિનને, ૩-૫ એ બે અધિકારમાં સ્થાપના જિનને, સાતમામાં શ્રુતજ્ઞાનને, આઠમામાં સિદ્ધને, બીજામાં દ્રવ્ય જિનને, અને ચોથામાં નામજિનને વંદના પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ ના સંજોગો અનુસાર મિથ્યાત્વી કે સમકિતી અવિરતિ હોય અને શાસનના હિતમાં ઉપયોગી, હોય, તો તેનું ઔચિત્ય સાચવવાની શાસ્ત્રાજ્ઞા ઠામ ઠામ જોવામાં આવે છે. ભૂલથી શાસનને ઉપયોગી માની લેવામાં આવેલ હોય કે અનૌચિત્યને ઉચિત સમજી લેવામાં આવતું હોય કે કાચી સમજથી જેનું ઔચિત્ય સાચવવાની જરૂર ન હોય તેનું સચવાઈ જાય, અથવા જરૂર હોય તેનું ઓછું-વધતું સચવાઈ જાય તેવી ભૂલો વ્યક્તિની થવા સંભવ હોય પરંતુ એકંદર શાસન શૈલી ઉપર પ્રમાણે વાસ્તવિક સ્વરૂપમાં જૈનશાસસમ્મત જણાય છે. તેને માટે ઘણા દાખલા અને પુરાવા પ્રાચીનકાળથી મળતા આવે છે માટે સર્વ શાસનસેવકના ઉપલક્ષણ રૂપ સુરસ્મરણનો બારમો અધિકાર અને તેને માટેની ચોથી થોય શાસ્ત્રાજ્ઞા સમ્મત છે. સુરસ્મરણને ઉપલક્ષણ રૂપ એકલા જ ઉપરથી કહીએ છીએ કે વેયાવચ્ચગરાણં સૂત્રમાં, દેવ-દેવીને લગતો શબ્દ નથી, પરંતુ સામાન્ય રીતે વૈયાવૃત્ય કરનાર, શાંતિ કરનાર, સમ્યગુ-દૃષ્ટિને સમાધિ કરનાર, એવા સામાન્ય શબ્દો છે. શાસન પ્રેમી કરતાંયે શાસનનું સીધી રીતે વૈયાવૃત્ય કરનારની અહીં પ્રધાનતા જણાય છે. જેમ સ્તંભન કરવા લાયક વ્યક્તિને માલૂમ ન હોય, છતાં સ્તભંક મંત્રોચ્ચારથી તેમનું સ્તંભન થાય છે, તેમ શાસનસેવકો માટે અજાણતાં પણ કાયોત્સર્ગ થાય, તો તેના બળથી તેઓમાં શાસનસેવાની જાગૃતિ આવે છે. આ વાત ચૂર્ણિમાં પણ નીચેની ગાથાથી જણાય છે
तेसिम-विन्नाणे विहु तव्विस उसग्गओ होइ । વિ-જય-પુન્ન-વંધા-રૃ વારમાં મંત-નાન III
અર્થ :- તેઓને માલુમ ન હોય, તો પણ તેઓને લગતા કાયોત્સર્ગથી ફલ થાય છે. વિપ્નનો જય, પુણ્યબંધન વગેરેનું કારણ મંત્રના દૃષ્ટાંતે બને છે. ૧
લલિત વિસ્તારાવૃત્તિમાં પણ છે :"तदपरिज्ञानेऽप्यस्माच्छुभसिद्ध्या विद्धमेव वचनं ज्ञापकम् ॥
અર્થ - તેઓને માલુમ ન પડે, છતાં પણ આ (કાયોત્સર્ગ)થી શુભની સિદ્ધિ થવામાં આ (વેયાવચ્ચગરાણું) વચન જ જ્ઞાપક છે.