________________
૧૨૬
ભાષ્યત્રયમ્ ચૈત્યવંદનાથી થતી ઇષ્ટ સિદ્ધિમાં નડતાં વિનોની ઉપશાન્તિ કરે છે. શાસનના કોઈક પ્રભાવક કાર્ય કરાવવાના પ્રસંગે પણ તેના સ્મરણાર્થે કાયોત્સર્ગ કરવામાં આવે છે. તેનું કોઈ કાર્ય ન હોય તો પણ પ્રતિક્રમણાદિ ક્રિયા પ્રસંગે ચૈત્યવંદનામાં ચોથી થોયપૂર્વક દેવનું સ્મરણ વિરતિવંત પણ કરે છે, તે સર્વથા નિરર્થક નથી. કારણ કે પ્રતિક્રમણાદિ પ્રસંગે દરરોજ કરાતા કાઉસ્સગ્ગથી શાસનસેવક દેવોનો પ્રતિદિન સત્કાર થાય છે, તે ઉચિત છે. તેમજ તે દેવ કદાચ સ્વ-સ્મરણ ન જાણે, તો પણ વેયાવચ્ચગ૦ના સૂત્રાક્ષરોથી પણ મંત્રાક્ષરવત્ વિજ્ઞોપશાન્તિ આદિ ઇષ્ટસિદ્ધિ કહી છે. સમ્યગુદૃષ્ટિ દેવો શાસનના સેવકો હોવાથી તેઓ સમ્યગુદર્શન ગુણરૂપ પણ ગુણ-ગુણીના અભેદથી બને છે. તેથી તેઓના સ્મરણમાં દર્શન પદની આરાધના મુનિઓને પણ બાધક નથી. વળી પ્રતિક્રમણાદિક ક્રિયા સકલ સંઘની જાહેર ક્રિયા છે. તેથી શ્રી સકલ સંઘ જાહેર પ્રસંગે પોતાના અંગભૂત તત્ત્વોની યાદી રાખે. તે પણ શૈલી મુજબ જ છે. આ ખાસ વિચારવા જેવું છે.*
*પરંપરાએ શાસનસેવકોની શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ તથા સ્મરણાદિકનો હેતુ તો શાસનસેવા જ છે. જેથી પરંપરાએ શાસનની જ ભક્તિ એટલે રત્નત્રયીની આરાધના છે. રત્નત્રયીની આરાધના નિરપેક્ષ શાસનભક્તિ છે અને શાસનના સેવકોની ભક્તિ, સ્મરણાદિક શાસનની આરાધના નિરપેક્ષ ન હોવી જોઈએ. જો શાસનથી નિરપેક્ષ અવિરત્યાદિકની શાંતિ તુષ્ટિ પુષ્ટિ હોય, તો તે દોષકારક છે; અન્યથા લાભકારક વળી અધિકારી વ્યક્તિ કરતાં અધિકાર ખાસ દરેકને પૂજય છે. સામાન્ય કેવળીઓ, ગણધર ભગવંતો છઘસ્થ છતાં તેમની આજ્ઞામાં રહે છે. કેમકે તીર્થકર ભગવંતો જેમ શાસનના અધિકાર ઉપર પદસ્થ છે, તેજ પ્રમાણે ગણધર ભગવંતો પણ અધિકાર ઉપર શાસનના પદસ્થ અધિકારી છે, એટલે વ્યક્તિને બદલે શાસનના અધિકારને માન આપવાનું છે, તે રીતે શાસનના અધિષ્ઠાયક દેવો અને દેવીઓ તથા બીજા ઈંદ્રાદિક દેવો તથા રાજાઓ, સંઘનો વહીવટ કરનારાઓ વગેરે અધિકાર ઉપર હોય તેનું ઔચિત્ય સાચવવામાં શાસન તરફનું જ ઔચિત્ય છે. અને આચાર્ય ભગવંતો તથા મુનિઓ જેમ પોતાના ત્યાગને લીધે પૂજય છે. ઉપરાંત શાસનનો અધિકાર ભોગવનારા તરીકે પણ તેઓ પૂજય છે. એટલે સીધી રીતે કે આડકતરી રીતે શાસનહિત સાધક તથા