________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૩. વંદના કરવા યોગ્ય ૧૪. સ્મરણ કરવા યોગ્ય ૧૫. ચાર પ્રકારના જિનેશ્વર દેવો :
૧૨૫
चउ वंदणिज्ज जिण - मुणि सुय-सिद्धा, इह सुरा य सरणिज्जा ।
ઘડહનિળા નામ-વા-દ્વન્દ્વ-માવ-નિળમેળ ખ્॥
[ અન્વય :- નિળ-મુનિ-સુય-સિદ્ધા વડ વિંિખન્ન, ફત્હ સુરા સખિન્ના, નામ, વળ, દ્વ-માવ-નિળ-મેળ પડદ્દ નિળા ૬૦ ]
શબ્દાર્થ :- ચઉ=ચાર. વંદણિજ્જ=વંદન કરવા યોગ્ય. જિણ-મુણિ-સુયસિદ્ધા=જિનેશ્વર દેવ, મુનિ મહાત્માઓ, શ્રુતજ્ઞાન, અને સિદ્ધ ભગવંતો. ઈહ=અહીં ચૈત્યવંદનમાં. સુરાદેવો. સરણિજ્જા=સ્મરણ કરવા યોગ્ય. ચઉહ=ચાર પ્રકારે. જિણા=જિનેશ્વરો, નામ=નામ. ઠવણ=સ્થાપના. દવ=દ્રવ્ય, ભાવ=ભાવ. જિણભેએણં=જિનેશ્વરોના ભેદોને આશ્રયીને નામ-ઠવણ-દવ-ભાવ-જિણભેએણં=નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ જિનેશ્વરના ચાર ભેદો આશ્રયીને. ચઉહ=ચાર પ્રકારે. જિણા=જિનેશ્વરો. ૫૦.
ગાથાર્થ ઃ
જિન, મુનિ, શ્રુત અને સિદ્ધ એ ચાર વંદન કરવા યોગ્ય છે. અને અહીં દેવો સ્મરણ કરવા યોગ્ય છે.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ જિનેશ્વરના ભેદને આશ્રયીને ચાર પ્રકારના શ્રી જિનેશ્વરો છે. પા
વિશેષાર્થ :- નામ આદિ ભેદે-ચાર પ્રકારે શ્રી જિનેશ્વર દેવો વંદનીય છે. તો પણ શ્રુતસ્તવમાં શ્રુતજ્ઞાનને, સિદ્ધાણંમાં સિદ્ધ ભગવંતોને, અને પ્રણિધાનમાંજાવંત કેવિસાહૂમાં શ્રમણ મુનિઓને વંદના થાય છે. તેથી ચૈત્યવંદનામાં વાંદવા યોગ્ય સર્વને વંદના કરી છે, તેમ કરવાથી પણ એક રીતે શ્રી અરિહંત ભગવંતની વંદના પૂરી થાય છે. તથા શાસનદેવાદિકઃ શાસનની ભક્તિ કરનારા અવિરતિ સમ્યગ્દષ્ટ ગુણસ્થાને (ચોથા ગુણસ્થાને) હોય, તો યે દેશવિરતિ અને સર્વવિરતિ ૫ મા, ૬ઠ્ઠા અને ૭મા ગુણસ્થાનવર્તીને પણ તેનું સ્મરણાદિ કરવા યોગ્ય છે. કારણ કે-શાસનમાં થતા ઉપદ્રવોને તેઓ દૂર કરે છે.