________________
૧૨૪
ભાષ્યત્રયમ્ કે પરંપરાની કે વર્તમાન આજ્ઞા તુલ્ય આચરણારૂપ આજ્ઞામતને આધીન હોવા જોઇએ, વ્યક્તિને વ્યક્તિગત મત આપવાનો પોતાની અંગત બાબત સિવાયની બાબતમાં અધિકાર નથી. જે સંસ્થાના વહીવટકર્તા તરીકે મત આપવાનો હોય. તે સંસ્થાના ધોરણ, શિસ્ત, હિત તથા પ્રતિષ્ઠાને અનુરૂપ અને પોષક મત આપવાનો અધિકાર છે. પરંતુ બીજી રીતે અધિકાર નથી.
કોઈપણ કાર્ય પ્રસંગને ઉદ્દેશીને ગીતાર્થો કાંઈપણ આચરણા કરે, તેમાં નુકસાન થોડું હોય, અને લાભ વધારે હોય, તો તે સર્વેએ પ્રમાણ ગણવું જોઇએ. અલબત્ત, લાભનો આભાસ માત્ર ન હોવો જોઇએ. તેની પરીક્ષા બરાબર કરવી જોઇએ.
સંવિજ્ઞઃ વિધિમાં રસિકઃ ગીતાર્થ શ્રેષ્ઠ પૂર્વ સૂરિવરોઃ સૂત્ર વિરુદ્ધ સામાચારીની પ્રરૂપણા કરતા નથી.
તથા કોઈ વખતે, કોઈ વસ્તુ ઘણી જાહેરમાં આવી ગઈ હોય પરંતુ તે બાબતનો શાસ્ત્રોમાં કાંઈ ઉલ્લેખ મળે નહિ તેમજ તેનો પ્રતિષેધ પણ ન હોય. તેવી બાબતમાં ગીતાર્થો મૌન રહે છે.
પરંતુ કેટલીક નવી વાતો એવી હોય કે જેનું સાક્ષાત્ શબ્દથી વિધાન ન હોય, કે જેનો શબ્દથી નિષેધ પણ ન હોય. છતાં શૈલિ, તત્ત્વ અને હિતથી વિરોધિ હોય, તેવી બહુ ખ્યાત વસ્તુનો પણ ગીતાર્થો તથા-પ્રકારનું વિઘ્ન ન હોય તો-નિષેધ પ્રચારી શકે છે.
આ વિષય ગહન છે. તેવો જ સમજવા જેવો છે. કેમકે આજકાલ નવી નવી સંસ્થાઓ અને નવા નવા વિચારોના આંદોલનો સંઘ જેવી મૂલ સંસ્થાને અને આજ્ઞાને દબાવવા પ્રયત્ન કરી રહેલ છે, અને તેમાં સંઘને અને તેના પૂર્વાપરના બંધારણને માનનારા તથા શાસ્ત્રની આજ્ઞાને શિરસાવંઘ માનનારા પણ ઘણી વખત ભૂલાવો ખાઈને ટેકો આપી દે છે, માટે ખૂબ વિચારને સ્થાન છે. આ ગાથા ઘણી જ મહત્ત્વની છે, ને ખાસ સમજવા જેવી છે. ૪૯