________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૨૩ એવી ગમે તેની આચરણાને દ્રવ્યઃ ક્ષેત્રઃ કાલ તથા ભાવના વિષે માન્ય કરે છે, તે પણ બીજી રીતે ભૂલ કરે છે જેમ શાસ્ત્રજ્ઞા માન્ય છે તે અનુસાર પરંપરા પણ માન્ય છે. એવી રીતે સકલ સંઘને તથા ગીતાર્થને માન્ય શ્રી સંઘના આચરણરૂપ ઠરાવો પણ શાસ્ત્ર જ છે. પૂર્વ પુરૂષોએ રચેલા શ્રી સંઘના આજ્ઞાપ્રધાન બંધારણ અને જે તે વખતના શ્રી સંઘના ઠરાવો; તે સર્વે મળીને વ્યવસ્થા શિસ્તશાસન-બને છે. આવા ઠરાવોના પરંપરાગત સંગ્રહ પણ શ્વેતાંબર મૂ. જૈન સંઘની પરંપરામાં ઘણા જળવાઈ રહ્યા છે, તથા શાસ્ત્રોની મૂળ પરંપરા પણ મુખ્યપણે તેમની પાસે છે. એટલે શાસનની અવિચ્છિન્ન પરંપરામાં તે સઘળું તેમની પાસે ઉતરી આવ્યાનું ઇતિહાસથી પણ સાબિત થાય છે.
માટે શાસ્ત્રાજ્ઞાઓઃ અને પૂર્વપરંપરાની આચરણાઃ ઠરાવોઃ વગેરેથી નિરપેક્ષ થઇ, જૈન સંઘ વહીવટ કે વર્તન ચલાવી ન શકે “ઘણા લોકો કોઈ વખતે કોઈપણ એક વિચાર તરફ દોરવાયા છે. તેને બહુમત સમ્મત માની સંઘના નેતાઓ, શાસ્ત્રજ્ઞા કે પૂર્વની આચરણાથી વિરુદ્ધ દોરવાઈ જાય, તો તે સંઘના અને શાસનના વહીવટને મોટું નુકસાન કરી બેસે, આ મોટામાં મોટો જૈન સંઘના બંધારણ અને સંચાલનનો કોયડો છે. ગીતાર્થો પાસે આજ સુધીની આચરણાઓ અને ઠરાવોના સંગ્રહ હોવા જોઈએ, આને માટે કલ્પસૂત્ર અને નિર્યુક્તિઃ વગેરેનાં પોષક પ્રમાણો છે.
વહીવટ કરતા ઉત્તરાધિકારીની ફરજ છે, કે-પોતાનો વહીવટ પૂર્વાપરથી ચાલ્યા આવતા વહીવટથી વિના કારણ વિરોધમાં ન જવો જોઈએ. વહીવટકર્તાને શિરે શાસનના સૈકાલિક વહીવટની જવાબદારી છે. ગીતાર્થ આચાર્યો જ શાસનના મુખ્ય વહીવટના વહીવટકર્તાઓ હતા. આજે પણ ગીતાર્થ આચાર્યો જ શાસનના મુખ્ય વહીવટ ચલાવનારા હોવા જોઈએ, ને છે. વહીવટી ચોપડા ભલે શ્રાવકો લખે પણ શાસનનું સમગ્ર સંચાલન ગીતાર્થ આચાર્ય મહારાજાઓના જ હાથમાં હોય છે. એમાં શ્રાવકોની બહુમતીનું તત્ત્વ ચાલી શકે નહિ. બહુમતીઃ એકમતીઃ સર્વમતીઃ સત્યમતીઃ એ સર્વ જિનશ્વર પ્રભુની-સાક્ષાત્ શબ્દોથી શાસ્ત્રોક્ત હોય,