________________
ભાષ્યત્રયમ્
વિશેષાર્થ :- નિર્દોષ મનના આચાર્ય તરફથી છેતરામણનો સંભવ નથી. આચરણા એટલે શાસ્રમર્યાદા, શાસનશૈલીને અનુસરતા દ્રવ્યઃ ક્ષેત્રઃ કાલઃ ભાવ, લોકોની લાયકાતનું બલાબલ, ભદ્ર પરિણામનો દરજ્જો વગેરે ઉચિતની મર્યાદાઓનું માપ કાઢીને જે આચરણ કરેલું હોય, અમલમાં મુકાયેલું હોય. તેવું અશઠાચાર્યનું આચરણ માન્ય હોવું જોઈએ. આથી, સરલ મનના આચાર્યનું ગમે તે આચરણ ગમે તે રીતે આચરેલું હોય તે સઘળું પ્રમાણભૂત થતું નથી.
૧૨૨
વળી, તે આચરણ નિર્દોષ હોવું જોઈએ. માટે અનવદ્ય શબ્દ મૂકેલો છે.અને કદાચ કોઈ આચરણ-દોષવાળું હોવા છતાં સંજોગ વિશેષમાં આચરવું પડેલું હોય, તો તે કાયમ આચરવા જેવું ગણાતું નથી, માટે આચરણ નિર્દોષ હોવું જોઈએ. એટલે કે-મોક્ષમાર્ગને અનુકૂળ હોવું જોઈએ. આચરણને અનવદ્ય વિશેષણ એટલા માટે આપવામાં આવેલું છે. એટલે શાસનશૈલીના અને શાસ્ત્રના મર્મને પ્રભુની આજ્ઞાનું પાલન કરી જાણનારા તે તે કાલના ગીતાર્થ પુરુષોએ, તે આચરણાનો નિષેધ ન કર્યો હોય;-અટકાયત ન કરી હોય. તેનું અપ્રમાણિકપણું ઠરાવેલું ન હોય, અથવા તે તે કાળના ગીતાર્થીએ જેનો વિરોધ ન કર્યો હોય, તેવા નિર્દોષ અશઠાચરણને નિષ્પક્ષપાતી અને દુરાગ્રહ વગરના મધ્યસ્થો બહુમાન આપે છે.
એટલે કે કદાચ કોઈ સ્વમતાગ્રહીઓ માન ન આપે, અથવા અગીતાર્થોએ વિરોધ કર્યા હોય તેટલા પૂરતું (તે કારણે) તે આજ્ઞા બાહ્ય ઠરતું નથી. માટે મધ્યસ્થ શબ્દ મૂકયો છે. કેમકે “આચરણા છે” જ્યાં સુધી જૈન શાસન વિદ્યમાન રહે, ત્યાં સુધી આવી પરંપરાગત નિર્દોષ આચરણાઓ પણ જીત વ્યવહાર રૂપ ભગવાનની આજ્ઞાઓ જ છે. અને જીત વ્યવહાર તીર્થ-શાસનના અંત સુધી પ્રવર્તી શકે છે.
આ ઉપરથી “મૂલ આગમોમાં અને શ્રુતમાં-શાસ્ત્રોમાં જે હોય, તે જ અમારે માન્ય છે. બીજું અમારે અમાન્ય છે.” એમ દરેક બાબતોમાં માનનારા અપ્રામાણિક ઠરે છે. તે જ પ્રમાણે, શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ અને શાસનશૈલીથી વિરુદ્ધ