________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૯ ભાવાર્થ - નમુત્થણંમાં “જેઅ અઈયા સિદ્ધા'ની ૧ ગાથા એ બીજો અધિકાર, અને સિદ્ધાણંની છેલ્લી ૨ ગાથારૂપ ૧૦ મો ૧૧મો અધિકાર એ ૩ અધિકાર શ્રુતપરંપરાએ એટલે ગીતાર્થ પૂર્વાચાર્યના સંપ્રદાયથી કહેવાય છે, અથવા શ્રત એટલે સૂત્રથી તેમજ તે સૂત્રની નિર્યુક્તિથી અને તેના ભાગથી તથા તેની ચૂર્ણિથી એ પ્રમાણે શ્રુતની પરંપરાથી (સૂત્રાદિ પંચાંગીની પરંપરાથી) કહેવાય છે. જેમકે સૂત્રમાં ચૈત્યવંદના પુફખરવરદી સુધી કહી છે, અને નિયુક્તિમાં પુખરવરદી ઉપરાન્ત એક સિદ્ધસ્તુતિ (સિદ્ધાણંની ૧ ગાથા) સુધી કહેલ છે, અને ચૂર્ણિમાં તે ઉપરાન્ત પણ મહાવીર પ્રભુની ૨ સ્તુતિ સુધી (એટલે સિદ્ધાણંની ૩ ગાથા સુધી) કહેલ છે, અને શેષ ઉજ્જયેતાદિ અધિકાર યથેચ્છાએ કહેવા યોગ્ય છે તે આગળની ગાથામાં જ કહેવાશે. શેષ ૯ અધિકાર સૂત્રના પ્રમાણથી" છે, કારણ કે લલિત વિસ્તરાવૃત્તિમાં “એ ૯
૧ અર્થાત્ એ ૯ અધિકાર તો સૂરરૂપ છે, માટે તે ચૈત્યવંદનના ૯ અધિકારવાળાં નમુત્થણે આદિ ચૈત્યવંદનસૂત્રોની વૃત્તિ શ્રી હરિભદ્રસૂરિએ રચી છે, તે ચૈત્યવંદનવૃત્તિનું નામ લલિતવિસ્તરા છે. ત્યાં સિદ્ધાણંની પહેલી ૩ ગાથાની वृत्तिना पर्यन्त एताः तिस्त्रः स्तुतयो नियमेनोच्यन्ते, केचित्तु अन्या अपि पठन्ति न च તત્ર નિયમ ત ન તચિધ્યાનજિયા” (=સિદ્ધાણંનીએ ૩ સ્તુતિઓ (અર્થાત્ પહેલી ૩ ગાથા) નિયમ તરીકે એટલે અવશ્ય કહેવાય છે માટે તેની વ્યાખ્યા કરી છે, અને કેટલાક આચાર્યો તો એ ૩ ઉપરાન્ત બીજી (બે) સ્તુતિઓ (ઉજિતાદિ) કહે છે, પરંતુ એ બે સ્તુતિઓ કહેવી જ જોઈએ એવો નિયમ નથી, માટે તેની વ્યાખ્યા અહીં કરી નથી) એમ કહ્યું છે તે ઉપરથી સહેજે સમજાય છે કે લલિતવિસ્તારમાં વ્યાખ્યા કરેલા ૯ અધિકાર પણ અવશ્ય ભણવા યોગ્ય છે. નહિતર તેની વ્યાખ્યા ન કરત.
પુનઃ એ ઉપરથી શાસનદેવની ચોથી થાયનો ૧૨મો અધિકાર પણ વેયાવચ્ચગરાણ આદિ સૂત્રથી વ્યાખ્યા કરેલો હોવાથી ચોથી થઈ પણ અવશ્ય ભણવા યોગ્ય થઈ, જેથી ત્રણ સ્તુતિની ચૈત્યવંદના પ્રરૂપવી અને ૪ થી થઈ અર્વાચીન-નવી છે એમ શ્રી પંચાલકજીની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિએ અન્ય આચાર્યોના મતાંતરથી દર્શાવી છે તેનું આલંબન લઈ ચૈત્યવંદનમાં ન કહેવાની પ્રરૂપણા કરવી અને કહેવી તે ઉસૂત્ર પ્રરૂપણા જાણવી.