________________
ભાષ્યત્રયમ્
૧૧૮
नव अहिगारा इह ललियवित्थरावित्तिमाइ अणुसारा । तिन्नि सुअपरंपरया, बीओ दसमो इगारसमो ॥ ४६ ॥
થાર્થ =અહીં ૯ અધિકાર શ્રી લલિતવિસ્તરા નામની વૃત્તિ આદિના અનુસારે છે, અને બીજો દશમો તથા અગિયારમો એ ૩ અધિકાર શ્રુતપરંપરાએ ચાલ્યા આવે છે. II૪૬॥
=
૧૦૪૨=૨૦ જેથી ૩૨ અને ૨૦ મળીને ૫૨ ચૈત્યયુક્ત શ્રી નંદ્દીશ્વરતીર્થને વંદના થઈ. તથા વૃત્ત એટલે ત્યાગ કર્યો છે. રિ અંતરંગ શત્રુ (કષાય) જેણે એવા (૮ + ૧૦ + ૨) ૨૦ તીર્થંકરો શ્રી સમ્મેતશિખરગિરિ ઉપર નિર્વાણ પામેલા હોવાથી શ્રી સમ્મેતશિવને વંદના થઈ, અથવા ઉત્કૃષ્ટથી સમકાળે જન્મ પામતા ૨૦ તીર્થને વંદના થઈ, અથવા વર્તમાનકાળમાં વિચરતા ૨૦ વિહરમાનને વંદના થઈ. તથા એ જ ૨૦ ને ૪ વડે ભાગતાં ૫ આવે તેને અદસ એટલે ૧૮માં ઉમેરતાં શ્રી શત્રુંજ્યગિરિ ઉપર સમવસરેલા ૨૩ તીર્થંકરને એટલે શ્રી શત્રુંખયિિને વંદના થઈ. તથા (૮૪૧૦=૮૦X૨=) ૧૬૦ તૌર્થર્ ઉત્કૃષ્ટથી મહાવિદેહમાં વિચરતા હોય છે તેમને વંદના થઈ, તથા (૮+૧૦=૧૮૪૨=) ૭૨ તીર્થંકર ત્રણ કાળની ત્રણ ચોવીસીના ભરત અને ઐરવત એ બે ક્ષેત્રમાં જુદા જુદા થાય તે સર્વને વંદના થઈ. તથા (૪ + ૮ = ૧૨૪૧૦ = ૧૨૦૪૨=) ૨૪૦ તૌર ભરતાદિ ૧૦ ક્ષેત્રની ૧૦ ચોવીસીના થાય તેમને વંદના થઈ, તથા ૮ના વર્ગ ૬૪માં ૧૦નો વર્ગ ૧૦૦ મેળવતાં ૧૬૪ થાય તેમાં ૪ અને ૨ મેળવતાં ૭૦ તીર્થર અઢી દ્વીપમાં ઉત્કૃષ્ટથી વિચરે તે સર્વને વંદના થઈ. તથા ચત્તર એટલે અનુત્તર, ત્રૈવેયક, કલ્પ અને જ્યોતિષી એ ૪ દેવલોકમાં, અટ્ઠ એટલે ૮ વ્યન્તરનિકાયમાં વૃક્ષ એટલે ૧૦ ભવનપતિમાં અને ટ્રોય એટલે અધોલોકવર્તી તથા તિર્થંગ્લોકવર્તી એ બે પ્રકારના મનુષ્યલોકમાં શાશ્વત અને અશાશ્વત બંને પ્રકારની પ્રતિમાઓને એટલે ળે તોની સર્વ પ્રતિમાઓને વંદના થઈ, (આ ગાથાની વૃત્તિ:) હજી બીજો પણ વિશેષ અર્થ આ ગાથાની વૃત્તિમાં કહ્યો છે ત્યાંથી જાણવો.
× શ્રી ધર્મસંગ્રહવૃત્તિ.
*પ્રથમ દર્શાવેલ ૯ પ્રકારની ચૈત્યવંદનામાં ૬ છઠ્ઠા ભેદને વિશે એ ૩ સ્તુતિ કહેવાય છે.