________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૭ સાતમો અધિકાર પુખરવરદીની બીજી, ત્રીજી અને ચોથી ગાથામાં છે અને તે ઉપરાન્ત “સુઅસ ભગવઓ અરિહંત ચેઇયાણ”થી પ્રારંભીને યાવત્ ત્રીજી થોય કહેવાય છે તે પણ ૭મા અધિકારમાં ગણાય. | કૃતિ સપ્તમધા : II - ત્યારબાદ સિદ્ધાણંની પહેલી ગાથામાં સિદ્ધ ભગવંતની સ્તુતિ હોવાથી સિદ્ધસ્તુતિ નામનો ૮મો અધિકાર છે રૂતિ અષ્ટમધરઃ | ત્યારબાદ સિદ્ધાણંની બીજી અને ત્રીજી એ બે ગાથામાં વર્તમાન શાસનના અધિપતિ અને આસન્ન ઉપકારી છેલ્લા તીર્થકર શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ હોવાથી એ બે ગાથારૂપ ૯ મો અધિકાર વીરસ્તુતિ નામનો છે. || ત નવમfધાR: |ત્યારબાદ ઉર્જિતસેલસિહરે એ પદવાળી સિદ્ધાણંની ૪થી ગાથામાં શ્રી ગિરનાર પર્વત ઉપર થયેલા દીક્ષાદિ ત્રણ કલ્યાણકવાળા શ્રી નેમિનાથ પ્રભુની સ્તવના રૂપ ૧૦ મો અધિકાર છે. તિ રશમોડલધા:- અને સિદ્ધાણંની છેલ્લી ગાથામાં (ચત્તારિ અઠ દસદોય ઇત્યાદિ પદવાળી પાંચમી ગાથામાં) અષ્ટાપદાદિ તીર્થોની તથા ભિન્ન ભિન્ન સંખ્યાવાળા જિનેશ્વરોની સ્તુતિ છે; તે ૧૧ મો અધિકાર છે. | કૃતિ પાશનોડલધા૨ : II
એ પ્રમાણે સિદ્ધાણં બુદ્ધાણંમાં (=સિદ્ધસ્તવના એક જ દંડકમાં ૮-૯-૧૦-૧૧ એ ચાર અધિકારની ૩ ગાથા શ્રીxગણધરકત છે, અને તે પ્રાચીન કાળમાં ચૈત્યવંદનના પર્યન્ત કહેવાતી ૩ સ્તુતિરૂપે એ જ સ્તુતિઓ હતી. ત્યાર પછીની બે અધિકારની બે ગાથા શ્રી ગીતાર્થોએ ચૈત્યવંદનાના સંબંધમાં સંયુક્ત કરી છે.
ત્યારબાદ વેયાવચ્ચગરાણથી પ્રારંભીને સંપૂર્ણ અન્નત્થ અને તે ઉપરાંત એક નવકારના કાઉસ્સગ્ગ પર્યન્ત કહેવાતી ચોથી થાય સુધીનો પાઠ સમ્યગ્દષ્ટિ દેવને (વંદના નહિ પરતુ) સ્મરણ કરવા અને તેનો કાઉસ્સગ્ન કરવા સંબંધિ, તે સર્વ બારમા અધિકારમાં ગણાય છે. | તિ દાહશોધવI: II
૧. અહીં ૧૧મા અધિકારમાં ભિન્ન ભિન્ન સંખ્યાએ જિનેશ્વરોને તીર્થાદિ આશ્રયી કરેલી વંદના સંક્ષેપમાં આ પ્રમાણે
(૪ + ૮ + ૧૦ + ૨=૨૪) એ પ્રમાણે ૨૪ તીર્થંકરની પ્રતિમા ભરતચક્રીએ અષ્ટાપદ પર્વત ઉપર ભરાવી છે તે અષ્ટાપદ તીર્થના ૨૪ ભગવંતને વંદના થઈ. એ ગાથામાં મુખ્ય વંદના અષ્ટાપ તીર્થની ગણાય છે. તથા ૪૮૮=૩૨ અને