________________
૧૧૬
બાકી રહેલા ૮ અધિકાર કહે છેतिहुअणठवणजिणे पुण, पंचमए विहरमाणजिण छुट्टे । सत्तमए सुयनाणं, अट्ठमए सव्वसिद्धथुई ॥४४॥ तित्थाहिव वीरथुई, नवमे दसमे य उज्जयंत थुई । अट्ठावयाइ इगदिसि, सुदिट्ठिसुरसमरणा चरिमे ॥ ४५ ॥ શબ્દાર્થ :
તિહુઅણ=ત્રણ ભુવનના વિહરમાણ=વિચરતા
થુઈસ્તુતિ
ભાષ્યત્રયમ્
તિસ્થાહિવ=તીર્થાધિપતિ (વર્તમાન તીર્થના અધિપતિ
ઉજ્જયંત=ગિરનાર (એટલે શ્રી
નેમિનાથ) અટ્કાવયાઇ=અષ્ટાપદ વગેરે ઇગદિસિ=અગિયારમામાં
સુદિòિસમ્યગ્દષ્ટિ ચરિમે=છેલ્લા, બારમામાં
થાર્થ :- પુનઃ પાંચમા અધિકારમાં ત્રણે ભુવનના સ્થાપના જિનને વંદના કરી છે, છટ્ઠા અધિકારમાં વિહરમાન જિનેશ્વરોને વંદના કરી છે. સાતમા અધિકારમાં શ્રુતજ્ઞાનને વંદના કરી છે. આઠમા અધિકારમાં સર્વ સિદ્ધની સ્તુતિ છે. નવમા અધિકારમાં વર્તમાન તીર્થના અધિપતિ શ્રી વીરજિનેશ્વરની સ્તુતિ છે, દશમા અધિકારમાં ગિરનારની સ્તુતિ છે. અગિયારમા અધિકારમાં અષ્ટાપદ આદિ તીર્થોની સ્તુતિ છે, અને બારમા અધિકારમાં સમ્યગ્દષ્ટિ દેવનું સ્મરણ (પણ સ્તુતિ નહિ) છે. ૫૪૪૪૫॥
ભાવાર્થ:- સવ્વલોએ અરિહંત ચેઇયાણંથી ઠામિ કાઉસ્સગ્ગ સુધીમાં અને તે ઉપરાન્ત બીજી થોય સુધીમાં પણ ઊર્ધ્વલોક, અધોલોક અને તીર્હાલોક એ ત્રણે લોકમાં રહેલાં સર્વ પ્રતિમાજીને વંદના કરવા રૂપ પાંચમો અધિકાર છે. ॥ કૃતિ પંચમાધિાર: ||
છઠ્ઠો અધિકાર પુખ઼રવરદીની ૧ લી ગાથામાં છે, કે જેમાં અઢી દ્વીપને વિષે રહેલી ૫ મહાવિદેહ સંબંધી ૧૬૦ વિજ્યમાંની ૨૦ વિજ્યમાં એકેક જિનેશ્વર વર્તમાન સમયે પણ પોતાની પવિત્ર દેશનાથી ત્યાંના ભવ્ય પ્રાણીઓને પરમ ઉપકાર કરતા વિચરે છે એટલે વિહાર કરે છે. માટે વર્તમાન કાળમાં તે ૨૦ વિહરમાન તીર્થંકર કહેવાય છે, તેમને વંદના કરી છે. ॥ કૃતિ પાધિ ાર ||