________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૧૫ ભાવજિનની ઉભય પાર્શ્વવર્તી અવસ્થા રૂપ બન્ને પ્રકારના દ્રજિનને વંદના કરી છે. | તિ દ્વિતીયાધાર : ||
ત્યારબાદ અરિહંત ચેઈયાણંથી કામિ કાઉસ્સગ્ગ સુધીના સંપૂર્ણ સૂત્રમાં જે જે ચૈત્યમાં ચૈત્યવંદના કરવાની છે તે ચૈત્યમાં રહેલા સર્વ સ્થાપના જિનને એટલે સર્વ પ્રતિમાઓને વંદના કરી છે. || ત તૃતીયાધાર: //
ત્યારબાદ સંપૂર્ણ લોગસ્સમાં વર્તમાન અવસર્પિણીમાં થયેલા ૨૪ જિનેશ્વરોનાં નામની સ્તવના હોવાથી નામ જિનેશ્વરની વંદનાનો અધિકાર છે. | રૂતિ વતુર્થાધિર : .
એ પ્રમાણે એ ૪ અધિકારમાં શ્રી જિનેશ્વરના નામ-સ્થાપના દ્રવ્ય-અને ભાવ એ ચારે નિક્ષેપાને પશ્ચાનુપૂર્વીએ (ઉલટા ક્રમે) વંદના કરેલી છે. १. भूयस्स भावीणो वा, भावस्सि कारणं तु जं लोए । तं दवं सव्वत्रू सचेयणाचेयणं बेंति ॥१॥
(આવશ્યકાદિ અનેક ગ્રંથોમાં) જગતમાં વ્યતીત થયેલા ભાવનું અથવા ભાવિકાળે થનારા ભાવનું જે કારણ (અવસ્થા) તેને સર્વજ્ઞ ભગવંતો દ્રવ્ય કહે છે, અને તે સચિત્ત તથા અચિત્ત બન્ને પ્રકારનું છે. ૧. એ પ્રમાણે ભાવ તીર્થંકરની બાલ્યાવસ્થાદિ પૂર્વ અવસ્થા તે ભાવી કારણરૂપ દ્રવ્યજિન છે અને સિદ્ધ અવસ્થા તે ભૂત કારણરૂપ દ્રવ્યજિન છે. તથા અહીં અતીત અને અનાગત કાળના દ્રવ્યજિન તે સર્વે (૧૫ કર્મભૂમિ) ક્ષેત્રના જાણવા, પરંતુ વર્તમાન કાળના (ભરતાદિ ૧૦ ક્ષેત્રની અપેક્ષાએ ચાલુ પાંચમા આરામાં) તો પાંચ મહાવિદેહમાં વર્તતા તદ્ભવિક ગૃહસ્થ તીર્થકરો અને શેષ ૧૦માં અર્વાન્ તૃતીયભવિક તીર્થકરો દ્રજિન જાણવા.
૨. આ અધિકારનો પર્યન્ત ભાગ અરિહંત ૨૦ સૂત્ર ઉપરાંત અન્નત્થના પર્યન્ત એક નવકારના કાઉસ્સગ્ન બાદ અધિકૃત એક જિન વા એક ચૈત્યાદિ સંબંધી પહેલી એક થોય કહેવાય છે તે કોયના પર્યન્ત સુધી છે, એમ શ્રી ધર્મસંગ્રહની વૃત્તિમાં કહ્યું છે. એ રીતે આગળના અધિકારો જે ચૂલિકા સ્તુતિવાળા છે તે સર્વે ચૂલિકા સ્તુતિ સુધીના જાણવા. અહીં પર્યન્ત કહેવાતી દરેક થાય તે ચૂલિકાસ્તુતિ. પ્રવ૦ સારો૦ વૃત્તિમાં સ્પષ્ટ રીતે પર્યન્તવર્તી થોય સુધી ચારે અધિકાર ગણ્યા છે.