________________
ભાગમ
૧૧૪
પાંચ દંડકને વિષે કહેલા ૧૨ અધિકારનાં આદિ પદ नमुजेय अ अरिहं लोग सव्व पुक्ख तम सिद्ध जो देवा। उज्जि चत्ता वेयावच्चग अहिगारपढमपया ॥४२॥
નાથાર્થ :- નમુસ્કુર્ણ-જેય (અ) અઈયા સિદ્ધા-અરિહંત ચેઈયાણું-લોગસ્સ ઉજ્જો અગરે-સવ્વલોએ અરિહંતચેઇયાણું- પુફખરવરદીવઢ-તમતિમિર પડલવિહેંસિદ્ધાણં બુદ્ધાણં-જો દેવાણવિ દેવો-ઉજ્જિત સેલસિહરે- ચત્તારિઆઠ દસ દોવેયાવચ્ચગરાણં' એ બાર અધિકારનાં ૧૨ પ્રથમપદ છે. ૪રા ક્યા અધિકારમાં કોની સ્તવના છે ? તે ત્રણ ગાથાઓમાં કહેવાય છે :पढमहिगारे वंदे, भावजिणे बीयअंमि दव्वजिणे । इगचेइयठवणजिणे, तइयचउत्थंमि नामजिणे ॥४३॥
નાથાર્થ :- પ્રથમ અધિકારમાં ભાવજિનને, બીજા અધિકારમાં દ્રજિનને, ત્રીજા અધિકારમાં એક ચૈત્યના સ્થાપના દિનને અને ચોથા અધિકારમાં નામજિનને વંદન કરું છું. ll૪૭ll
ભાવાર્થ :-નમુત્થણમાં નમુત્થણંથી જિઅભયાર્ણ સુધીના પાઠમાં ભાવજિનને એટલે તીર્થંકર નામકર્મના વિપાકોદયવાળા કેવળજ્ઞાની તીર્થકર ભગવંતો કે જેઓ દેશનાદિ વડે ભવિક જનનો ઉદ્ધાર કરતા અને વિહાર વડે પૃથ્વીતલને પવિત્ર કરવાપૂર્વક વિચરતા હોય છે. અથવા વિચરતા હતા તે વખતને અથવા તે અવસ્થાને લક્ષ્યમાં રાખી વંદના કરી છે. / રૂઢિ પ્રધાર: //
ત્યારબાદ નમુત્થણની છેલ્લી સંપૂર્ણ ગાથામાં (જેઅ અઈયાસિદ્ધાથી સવે તિવિહેણ વંદામિ સુધીમાં) દ્રજિનને એટલે પૂર્વના ત્રીજા ભવે નિકાચિત તીર્થંકર નામકર્મ બાંધીને તેના પ્રદેશોદયમાં વર્તતા એવા જે તીર્થકરો હજી કેવળજ્ઞાનપૂર્વક ભાવ અરિહંતપણું (ભાવ તીર્થંકરપણું) પામ્યા નથી પરંતુ જેઓ ભવિષ્યમાં પામશે તે દ્રજિન, તેમજ (ભાવ તીર્થ-કરપણું પ્રાપ્ત કરીને જેઓ સિદ્ધિપદને પ્રાપ્ત થયા છે તે સિદ્ધાવસ્થાવાળા પણ દ્રજિન કહેવાય છે.) એ પ્રમાણે