________________
ચૈત્યવંદન ભાષ્ય
૧૦૩ ૮. પ્રતિક્રમણ સંપદાથી-તે સર્વ દોષોના પ્રતિક્રમણના અભ્યપગમ-સ્વીકારનો
નિર્વાહ કરવામાં આવ્યો છે.
અમારી સમજ પ્રમાણે તસ્સ મિચ્છામિ દુક્કડં. એ પદ પ્રતિક્રમણ રૂપ અને તસ્ય ઉત્તરી-નાં પદો પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત પછીના ઉત્તર પ્રાયશ્ચિત્ત રૂપે એટલે કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત રૂપે જણાય છે. પરંતુ પૂર્વાચાર્યોની વ્યાખ્યામાં આ પ્રમાણે છે, એટલે તે પ્રમાણે રાખેલ છે. તસ્સ મિચ્છામિ સંપૂર્ણ તસ્સ ઉત્તરી સૂત્રને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત રૂપે ગણીએ તો પણ અપેક્ષાવિશેષે હરકત ન આવે. પરંતુ એમ કરતાં વિરાધના સંપદાનાં પદ ૧૦ જ રહે છે, ત્યાં વિરોધ આવે એટલે આચાર્ય મહારાજને તસ્સ ઉત્તરીથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત સંમત છે. એમ સ્પષ્ટ સમજાય છે. છતાં વિરાહિયા-સુધી પાંચમી, પંચિંદિયા સુધી ૬ઠ્ઠી અને તસ્સ મિચ્છામિ સુધી ૭ મી અને કાઉસ્સગ્ગ સુધી ૮મી સંપદા એ પ્રમાણે મતાન્તરનો ઉલ્લેખ સંઘાચારવૃત્તિમાં કરવામાં આવેલો જોવામાં આવે છે.
બાકીની ત્રણ ત્રણ સંપદાઓને ચૂલિકાની અંદરની સંપદાઓ કહી છે, તે ઉપરથી ઇર્યાપથિકી સૂત્રનો મુખ્ય પાઠ પંચિંદિયા સુધીનો જણાય છે. ૩૩
ઇરિયાવહિયંની સંપદાઓ ૮ સંપદાનાં નામ સંપદાનાં પ્રથમ પદ સંપદાનાં
સર્વપદ ૧ અભ્યપગમ
ઇચ્છામિ ૨ નિમિત્ત
ઇરિયાવહિયાએ ૩ ઓઘ (સામાન્ય) હેતુ ગમણાગમણે ૪ ઈતર (વિશેષ) હેતુ પાણક્કમણે ૫ સંગ્રહ
જે મે જીવા વિરાહિયા ૬ જીવ
એચિંદિયા ૭ વિરાધના
અભિયા ૮ પ્રતિક્રમણ
તસ્ય ઉત્તરીક૦
૩૨