________________
श्री शालिभद्र महाकाव्यम्
FRERERER
શાલિભદ્રના પૂર્વભવો
જયપુર નગરના ધનદત્ત સાર્થવાહને ત્યાં કોઇ બીજા નગરથી તેજપાલ નામનો સાર્થવાહ આવી પહોંચ્યો. તેની પરિસ્થિતિ નબળી હોવાથી તે ધનદત્તને ત્યાં નોકર તરીકે રહ્યો. પણ ધનદત્ત શેઠ ખૂબ જ ધાર્મિક વૃત્તિના હતા. તેઓ તેજપાલને નોકરની દૃષ્ટિએ નહિ, પણ સાધર્મિકની દૃષ્ટિએ જોતા. કારણ કે ધનદત્તની જેમ તેજપાલ પણ ચુસ્ત જૈન શ્રાવક હતો.
એક વખત તેજપાલને તીર્થયાત્રાએ જવાનું મન થયું. પણ પૈસા વિના શી રીતે જવાય ? અને પૈસા તો તેની પાસે હતા નહિ. નોકર પાસે એટલા બધા પૈસા હોય પણ ક્યાંથી ? આથી તેણે પોતાના શેઠ ધનદત્ત પાસેથી યાત્રા માટે ઉધાર પૈસા માંગ્યા અને યાત્રા માટેની અનુજ્ઞા માંગી.
શેઠે પણ તેને અગ્યાર હજાર પાંચસો તેત્રીસ સોનૈયા ઉધાર આપ્યા. આથી તેજપાલ રાજી થતો-થતો તીર્થયાત્રાએ ઉપડ્યો. ખૂબ જ ભાવપૂર્વક તીર્થયાત્રા કરી અને તે જયપુર તરફ પાછો વળી રહ્યો હતો ત્યારે તેનું મૃત્યુ થયું. ધનદત્તનું દેવું એમને એમ રહી ગયું.
તીર્થયાત્રાના પ્રભાવથી તેજપાલ રાજગૃહી નગરીમાં ગોભદ્ર શેઠ થયો.
આ બાજુ કાળક્રમે ધનદત્ત શેઠ પણ મૃત્યુ પામી સંગમ નામના ગોવાળ થયા. નાનપણમાં મુનિને ખીર વહોરાવી તે જ વખતે મૃત્યુ પામી ગોભદ્રને શેઠને ત્યાં શાલિભદ્ર તરીકે જન્મ્યા.
FRERERERE
|| ૮ ||