________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282
શ્રેણિક મહારાજા ભદ્રા પાસે આવીને અમૃત-મધુરી વાણી કહેવા લાગ્યા : “ઓ ભદ્રા ! તું તો આ જગતમાં વંદનીયોને પણ વંદનીય છે. મહાત્માઓને પણ માનનીય છે. તું તો રત્નકુક્ષિ છે. તું તો નંદનવનની ધરતી છે, જયાં આવા કલ્પવૃક્ષ સમાં આ મહામુનિવર પેદા થયા છે. તારા ભાગ્યનું વર્ણન કોણ કરી શકે ? સિંહણ જેવી તેં સિંહ જેવા પરાક્રમી પુત્રને જન્મ આપ્યો છે. તારા કપાળ પર સ્ત્રી-શિરોમણિનો સુવર્ણ પટ્ટો લગાડવો જોઇએ. તો ફોગટ વિલાપ છોડી દે, તું વીરમાતા થઇને આમ રડે કાં ? આવી રીતે તને ૨ડવું શોભે નહિ. અત્યારે તો કટોકટીનો સમય છે. તારા પુત્ર મુનિએ અનશન સ્વીકાર્યું છે. જે મૃત્યુથી દુનિયા ડરતી ફરે છે તે મૃત્યુને તેમણે સામેથી આમંત્રણ આપ્યું છે. આવા અવસરે તો તારે ધૈર્ય અને ઉત્સાહપ્રેરક વચનોથી તેમને અભિનંદન આપવા જોઇએ.”
શ્રેણિકની સમજાવટથી ભદ્રાનો શોક સંતાપ થયો. હવે તે આશીર્વાદ આપતાં કહેવા લાગી : ઓ જગતમાં વીર મુનિ ! તું જય પામ. હે વીરના શિષ્ય ! તું જય પામ, તારા પ્રભાવથી હું પણ વિશ્વમાં વંદનીય બની છું. મુનિવરો ! તમારો માર્ગ કલ્યાણકારી બનો ! નિર્વિદનપણે તમે તમારું લક્ષ્ય સિદ્ધ કરો.'
આમ આશીર્વાદ આપીને ભદ્રા પોતાને ઘેર ગઈ. રાજા વગેરે પણ સ્વસ્થાને ગયા.
આ બાજુ બંને મુનિઓ સમાધિપૂર્વક કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થયા. ત્યાંથી વી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પ્રાપ્ત કરી તેઓ મોક્ષમાં જશે.
નયા શH-સમુદ્રઃ, પ્રાત-મૌનીન્દ્ર-મુદ્રઃ | ત્રવનુપ દ્રઃ, ત્ય-સમ્પોનિદ્રઃ | મન-મન-રુદ્ર, સર્વતો મવમદ્રઃ I fશવપથરથ-મદ્રા, શ્રપુનિ: શનિદ્રઃ |
- श्री धर्मकुमार पण्डित
8A%A88888A YAUAAAAAAAAA
||
૭
||