________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ગૌતમ સ્વામીએ બંનેની ખૂબ ખૂબ ઉપબૃહણા કરી. આ બાજુ બત્રીશ પુત્રવધૂઓ સહિત ભદ્રા પુત્ર શાલિભદ્ર મુનિના દર્શન કરવા ઉત્સુક બનેલી ભગવાન પાસે પહોંચી. ત્યારે અભયકુમાર સાથે શ્રેણિક મહારાજા પણ ત્યાં આવી પહોંચ્યા.
પ્રભુને નમસ્કાર કરી ભદ્રા સભા તરફ જોવા લાગી : ક્યાં છે મારા પુત્ર મુનિ ? શાલિભદ્ર મુનિ ક્યાંય નહિ દેખાતાં તેને પ્રાસકો પડ્યો. પ્રભુને પૂછ્યું : પ્રભુ ! ધન્ના - શાલિભદ્ર મુનિ ક્યાં છે ? મારા ઘરે વહોરવા કેમ ન પધાર્યા ? પ્રભુએ કહ્યું : તેઓ તમારા ઘરે આવ્યા હતા. પણ તમારું ધ્યાન ગયું નહિ. તેથી કાંઇ જ વહોર્યા વિના તેઓ નીકળી ગયા. રસ્તામાં મળેલી પૂર્વભવની માતા ધન્યાએ દહીં વહોરાવ્યું. દહીંથી માસક્ષમણનું પારણું કરીને, મારી રજા લઇને તેઓ હમણા જ વૈભાર પર્વત પર ગયા છે અને અનશન સ્વીકાર્યું છે.
પ્રભુની આ વાતથી ભદ્રાના હૃદયમાં એકદમ ઝાટકો લાગ્યો. તેને આખી દુનિયા ફરતી લાગી. બાણથી વીંધાયેલી હરણી જેવી તે ઘાયલ થઇ ગઇ. નીસાસા નાખતી, ડગલે-પગલે લથડિયા ખાતી, પોતે રડતી બીજાઓને પણ રડાવતી ભદ્રા વૈભારગિરિ પર આવી. શ્રેણિક અને અભયકુમાર પણ ત્યાં આવ્યા.
ધગધગતી શિલા પર માખણના પિંડ જેવા ધન્ય-શાલિભદ્ર મુનિને જોઇને ભદ્રા હૈયાફાટ વિલાપ કરવા લાગી. શાલિભદ્રની પત્નીઓ પણ આ દેશ્ય જોઇને હૈયું થીજી જાય તેવું રુદન કરવા લાગી. એમનું આ રુદન વૈભારગિરિની કોતરોમાં પડઘાવા લાગ્યું. તેમના દુઃખથી જાણે વૈભારગિરિ પણ રડવા લાગ્યો !
8A%A88888A YAUAAAAAAAA
// ૭૮ |