________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
આ સાંભળીને શાલિભદ્રના હૃદયમાં વૈરાગ્યભાવ એકદમ ઊછળી પડ્યો. તેમણે પારણું કર્યું, પણ મન તો આત્મભાવમાં જ રમણ કરી રહ્યું. • પ્રક્રમ-૭ :
પ્રભુશ્રી વીરની વાણીએ શાલિભદ્ર મુનિને વિચારતા કરી મૂક્યા : અરેરે ! આ જન્મ-મરણના ચક્કર ક્યાં સુધી ચાલ્યા કરશે ? એક વખતનો હું સંગમ ગોવાળ ! સાવ રાંક ! અને આ ભવમાં હું ઋદ્ધિમાન શાલિભદ્ર ! રે કર્મસત્તા ! તું કેવા-કેવા નાચ નચાવે છે ? હવે મારે તારી આ બધી જંજાળમાંથી મુક્ત બની જવું છે. અનશન કરી ઝટપટ આત્મ-કલ્યાણ સાધી લેવું છે.
અનશનની આ વાત તેમણે ધન્ય મુનિને કહી. ધન્ય મુનિ તો એમની વાત સાંભળીને તરત જ તૈયાર થઇ ગયા.
અનશનની ઇચ્છાવાળા બંને મુનિઓ પ્રભુશ્રી મહાવીરસ્વામી પાસે પહોચ્યા. પ્રભુએ પ્રશંસાત્મક વચનોથી અભિનંદન આપ્યું : હે વત્સો ! તમે પુણ્યશાળી છો. તમારું સંયમ જીવન સફળ છે, પરાક્રમને ધનુષ્ય બનાવી, મનને બાણ બનાવી, લક્ષ્યમાં સાવધાન બની રાધાવેધ સાધી લો. પ્રભુના આશીર્વાદ લઇ, શ્રીગૌતમસ્વામીની સાથે વૈભારગિરિ પર આવ્યા. શિલાતલને પૂંજી, નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી, સર્વ જીવોને ખમાવી, ચાર આહારનો સંપૂર્ણ ત્યાગ કરી, ચાર આશંસાઓ છોડી તેમણે ‘પાદપોગમ’ નામનું અનશન સ્વીકાર્યું. મન અને શરીરથી મેરુ જેવા અડોલ બની ગયા.
8A%A88888A YAUAAAAAAAAA
II 99 II