________________
श्री
शालिभद्र
महाकाव्यम्
Terr
માસક્ષમણના પારણે તેઓ પ્રભુ પાસે અનુજ્ઞા લેવા ગયા ત્યારે પ્રભુએ શાલિભદ્ર મુનિને કહ્યું : ‘આજે તારી માતા પારણાનું કારણ બનશે.’
પ્રભુની રજા લઇ તેઓ નગરમાં ગોચરી માટે ગયા. પ્રભુની વાણીના બળથી તેઓ ભદ્રાના મહેલમાં જ જઇ પહોંચ્યા. અન્ય ભિક્ષુકો જ્યાં ઉભા રહે ત્યાં જ ઉભા રહી ધર્મલાભ આપ્યો.
આ બાજુ પુત્ર મુનિના આગમનથી ભદ્રા તથા પુત્રવધૂઓ હર્ષઘેલા બની ગયા હતા. કોઇનું ધ્યાન ઘરે આવેલા મુનિઓ તરફ ગયું નહિ. તેમને કોઇ ઓળખી શક્યું પણ નહિ.
ક્ષણવાર ત્યાં ઊભા રહી બંને મુનિઓ ત્યાંથી નીકળી ગયા. એમનો સમતાભાવ અખંડ જ હતો.
જ્યારે તેઓ નગરથી બહાર નીકળી ગયા ત્યારે સામે દહીં વેંચનારી મહિઆરી મળી. એ વૃદ્ધ સ્ત્રી શાલિભદ્ર મુનિને જોઇ અત્યંત રોમાંચિત બની ગઇ. ઘડપણમાં પણ તેના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. તેણીએ મુનિને દહીં વહોરવા માટે વિનંતી કરી. નિર્દોષ જાણીને શાલિભદ્ર મુનિએ તે ગ્રહણ કર્યું. એ મહિયારી આનંદથી ઝૂમી ઊઠી. તેની આંખોમાંથી હર્ષની અશ્રુધારા, સ્તનમાંથી દૂધની ધારા અને પાત્રમાંથી દહીંની ધારા વરસી પડી.
ભગવાન પાસે આવીને શાલિભદ્રે પૂછ્યું : ભગવન્ ! મારું પારણું માતાએ ક્યાં કરાવ્યું ? ત્યારે ભગવાને કહ્યું : ‘વત્સ ! દહીં વહોરાવનારી એ વૃદ્ધ નારી બીજી કોઇ નહિ, પણ તારા પૂર્વભવની માતા જ છે. પહેલા તે નામથી જ ધન્યા હતી. હવે તે દહીંના દાનથી સાચી ધન્યા બની છે.' આમ કહીને પ્રભુએ પૂર્વભવની બધી વાત કહી.
EREREREREREI
|| ૭૬ ॥