________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
આમ કહીને શ્રેણિકે ભદ્રાને રાજચિહ્નો આપ્યાં. રાજી થયેલી ભદ્રા ઘરે ગઇ.
આ બાજુ શાલિભદ્ર પ્રત્યક્ષ થયેલા પોતાના પિતા-દેવ ગોભદ્રને પણ દીક્ષા મહોત્સવ ઉજવવા માટે વિનંતી કરી. પત્નીઓને શિખામણ આપી. જિનાલયોમાં અઠ્ઠાઇ મહોત્સવ કર્યો. સાત ક્ષેત્રોમાં સંપત્તિ વાપરી. દેવકન્યાઓએ તેને સ્નાન કરાવ્યું. વસ્ત્ર અલંકારથી સજ્જ થઇ, જિન પૂજા કરી, યાચકોને દાન આપી તે શિબિકામાં બેઠો. શિબિકામાં તે શ્રેણિક મહારાજા, ગોભદ્ર દેવ, માતા ભદ્રા વગેરેથી પરિવરેલો શોભવા લાગ્યો. હજારો માણસો સાથે શિબિકા સમવસરણ પાસે પહોંચી. શિબિકાથી ઉતરી શાલિભદ્ર પ્રભુશ્રી મહાવીર દેવ પાસે દીક્ષા લીધી.
દીક્ષા પર્યાયમાં એક દિવસ મોટા બનેવી ધશા મુનિની સાથે શાલિભદ્ર મુનિની મૈત્રી જામી ગઇ.
જમાઇ, પુત્રી અને પુત્રને દીક્ષિત થયેલા જોઇ ભદ્રા પોતાને હતભાગી માનતી ઘેર ગઈ. શ્રેણિક વગેરે પણ સ્વસ્થાને ગયા.
ભદ્રા અને બત્રીશ પત્નીઓને શાલિભદ્ર વિનાનું ઘર સ્મશાન જેવું લાગવા માંડ્યું. એક દિવસ વર્ષ જેવો લાંબો લાગવા માંડ્યો.
આ બાજુ ધન્ના અને શાલિભદ્ર મુનિને ગૌતમસ્વામીએ અગિયાર અંગો ભણાવ્યા. ગુરુનિશ્રામાં રહેતા તેઓ દુસ્તપ તપ તપવા લાગ્યા. ઠંડી-ગરમીના ઉગ્ર પરિષદો સમતાથી સહન કરવા લાગ્યા.
ઘોર તપ કરવાથી તેમનું શરીર એકદમ સૂકાઇ ગયું. ૧૨ વર્ષમાં તો તેઓ સંપૂર્ણ બદલાઈ ગયા. કોઇ ઓળખી પણ ન શકે તેટલી હદે બદલાઇ ગયા. ભ.શ્રી મહાવીર દેવ સાથે ૧૨ વર્ષ પછી તેઓ ફરી રાજગૃહમાં આવ્યા.
828282828282828282828282828282828482
//
૭% |