SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 આ બાજુ શાલિભદ્રની નાની બહેન સુભદ્રા ! જેના લગ્ન ધન્ના સાથે થયેલા હતા. એક વખત પતિને તે સ્નાન કરાવતી હતી ત્યારે તેની આંખોમાંથી આંસુના ઉષ્ણ બિંદુઓ ધશાના ખભા પર પડ્યા. પતિએ પૂછ્યું : કેમ રડે છે ?” “મારો ભાઇ દીક્ષા લેવાની ઇચ્છાવાળો છે. તે દરરોજ એક-એક પ્રિયા છોડી રહ્યો છે. તેથી રડું .' ‘તારો ભાઈ તો કાયર છે કાયર. જેને છોડવું જ છે તે કટકે-કટકે શા માટે છોડે ? એકી સાથે જ બધું છોડી દેવું જોઇએ.’ પતિની આવી વાણીથી સુભદ્રા તો ચૂપ થઇ ગઇ પણ બીજી સાત પત્નીઓ ત્યારે બોલી ઊઠી : ઓહો ! તમે તો ભાઈ જબરા શૂરવીર છો. તમારે સંસારમાં ચીટકી રહેવું છે અને બીજા માટે કાયર શબ્દનો પ્રયોગ કરવો છે ! આ જગતમાં ડરપોક માણસો પણ યુદ્ધનું વર્ણન તો જોરદાર કરી દે છે, પણ જયારે ખરેખર યુદ્ધ શરૂ થાય છે ત્યારે શ્વાસ ખાવા પણ થોભતા નથી ! હે આર્યપુત્ર ! બીજાને દીક્ષા અપાવવી સહેલી છે, પણ જાતે લેવી મુશ્કેલ છે. જો તમે શાલિભદ્રને કાયર કહો છો તો તમે કાયરોના સરદાર છો. જો તમારામાં શૂરવીરતા છે તો તમે જ કેમ દીક્ષા લેતા નથી ?' પત્નીઓની આ વાત સાંભળીને એકદમ આનંદિત થયેલો ધન્ય બોલી ઊઠ્યો : “સારું ! સારું ! તમે મને બહુ સરસ ટકોર કરી. હું ક્યારથીયે મનમાં તો સંયમના ભાવ સેવી જ રહ્યો હતો. તમારી પ્રેરણાથી હવે હું એકદમ તૈયાર થઇ ગયો છું. તો હવે હું દીક્ષા લઇશ.' 8A%A88888A YAUAAAAAAAA // રૂ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy