SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ‘સાધના દ્વારા મુક્ત બની શકાય. સંયમ જીવનની જેઓ સાધના કરે છે તેઓ આ બધી ઝંઝટમાંથી મુક્ત બની પરમ પદને પ્રાપ્ત કરી લે છે.” ગુરુદેવની વાણીથી શાલિભદ્ર દીક્ષા લેવાનું નક્કી કર્યું. એ માટે માતાની રજા માંગી. દીક્ષાની વાત સાંભળતાં જ માતાને જોરદાર આઘાત લાગ્યો. વૈરાગ્યનું કારણ જાણતાં તેણીને થયું : અરેરે ! રાજાને મેં ક્યાં ઘરે બોલાવ્યો? હાથે કરીને મેં આ ‘દુઃખ’ ઊભું કર્યું ! રાજા તરફથી શાલિભદ્રને આટલો સત્કાર મળ્યો હોય તેને અપમાન લાગ્યું ? ગજબ કહેવાય ! સુકુમાળ વસ્તુઓની વાત ન્યારી છે. પગને પત્થરનો ઘસારો થાય તો ઉલ્ટા તે વધુ સાફ થાય, પણ આંખમાં કોમળ વસ્ત્રનો છેડો સ્પર્શી જાય તો પણ તે દૂભાય ! સામાન્ય માણસો રાજાની નોકરીમાં પણ રાજી-રાજી થઇ જાય, જયારે આ મહાપુરુષ રાજાના સત્કારને પણ અપમાન ગણે છે. માતા-પુત્ર વચ્ચે ઘણી રકઝક થઇ. પણ શાલિભદ્ર પોતાની વાત પર અટલ રહ્યો. તેનો અડગ નિર્ણય જાણી માતાને થયું : હવે આ રોક્યો રોકાય તેમ નથી. અત્યારે કાળક્ષેપ કરવો એ જ કલ્યાણકારી છે. આમ વિચારીને તેણીએ કહ્યું, વત્સ ! તું દિવ્ય આહારથી ટેવાયેલો છે. પહેલા માણસોના આહાર, વિહાર, ગંધ વગેરેનો અભ્યાસ તો કર. એમને એમ દીક્ષા શી રીતે લઇ શકીશ ? શરીર બરાબર ટેવાઇ જાય પછી તું દીક્ષા લેજે. મારી ક્યાં ના છે ? માતાની આ વાતથી તે દરરોજ એકેક પ્રિયાનો ત્યાગ કરવા લાગ્યો. ARRARAUAYA8A828282828282828 // ૭૨ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy