SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 પ્રક્રમ-૫ : રાજા તો ગયો પણ શાલિભદ્રના હૃદયમાં વિચારક્રાંતિ પેદા કરતો ગયો. શાલિભદ્ર વિચારણામાં પડ્યો : રાજાઓના જીવનમાં શાનું સુખ ? શાનો મદ ? સવારના મંગળ વાજીંત્રો છે માટે ? એ તો સામાન્ય લોકો પણ સાંભળે છે. મિષ્ટ ભોજન મળે છે માટે ? એ તો કૃપા-પ્રાપ્ત માણસો પણ પામે છે. ઘોડા પર બેસવા તો અશ્વશાળાના માણસોને પણ મળે છે. રાજમહેલમાં રહેવા મળે છે. માટે ? એ તો ચોકીદારો અને ચકલાઓને પણ મળે છે. તો શાનું સુખ છે ? હં... સમજાયું. રાજાઓને માત્ર મમતાનું સુખ છે. ‘આ બધુ મારું છે એટલો વિચાર જ તેમને આનંદ આપે છે. સર્યું... સર્યું... આવા મમતામૂલક સંસારથી સર્યું ! ન જોઇએ... ન જોઇએ... હવે તો મારે સ્વર્ગના સુખો પણ ન જોઇએ. જયાં બહારથી સુખનો દેખાવ છે, પણ અંદર તો પરાધીનતાનું દુ:ખ છે. તો હું તેવો કોઇ મંત્ર સાધીશ, તે કોઇ દેવને સ્વાધીન કરીશ જેથી મારો આનંદ પરતંત્રતાની બેડીઓમાં જકડાઇ ન જાય ! આ પ્રમાણે શાલિભદ્રનું મન સંસારમાંથી ઊઠી ગયું હતું ત્યારે જ કોઇ કલ્યાણ મિત્રે ધર્મઘોષ નામના આચાર્ય ભગવંતના આગમનના સમાચાર આપ્યા. શાલિભદ્રે તેમની પાસે જઈ વૈરાગ્યભરી દેશના સાંભળી. દેશના પછી શાલિભદ્રે પૂછ્યું : ગુરુદેવ ! આ જગતમાં સ્વામી-સેવકની સ્થિતિથી મુક્ત શી રીતે બની શકાય ? 8A%A88888A YAUAAAAAAAAA // કુ? ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy