________________
श्री
शालिभद्र महाकाव्यम्
THEHAR
દેવીના મુખે પણ શાલિભદ્રની પ્રશંસા સાંભળી રાજાને મળવાનું મન થયું. તેને પોતાને ત્યાં બોલાવ્યો પણ ભદ્રાએ જણાવ્યું : દેવ ! મારો પુત્ર શાલિભદ્ર ઘરથી ક્યાંય બહાર નીકળતો નથી. ઘરના બગીચાઓમાં પણ નહિ. તેથી એ આવી શકશે નહિ. પ્રભુના કલ્યાણકોમાં પણ દેવોનું મૂળ શરીર ધરતી પર ઓછું આવે ? જો મળવા માંગતા હો તો આપ જ અમારા આંગણે પધારો.
શ્રેણિકને તો એટલું જ જોઇતું હતું. એ શાલિભદ્રને ત્યાં આવ્યો. ભદ્રાએ ભવ્ય સ્વાગત કર્યું. અનેક દિવ્ય શણગારોથી શોભતા મહેલમાં મહારાજાએ આશ્ચર્યપૂર્ણ ચિત્તે પ્રવેશ કર્યો. સાત માળની હવેલીના ચોથા માળે શ્રેણિક મહારાજા આવ્યા. ભદ્રા શાલિભદ્રને બોલાવવા ઉપર ગઇ અને કહ્યું : બેટા ! સાંભળ. શ્રેણિક આવ્યા છે. જરા જોઇ લે.
‘મા ! મારે નીચે આવીને શું કામ છે ? ઉચિત કિંમતે તું જ એ કરીયાણું (‘શ્રેણિક’ નામનું કરીયાણું) ખરીદી લે.’ ‘બેટા ! ‘શ્રેણિક’ એ કરીયાણું નથી, પણ પૃથ્વી મંડળનો રાજા છે. આપણો માલિક છે.’
માતાની આ વાત સાંભળતાં જ શાલિભદ્ર પર જાણે વજ્ર પડ્યો ! શું મારા માથા પર કોઇ માલિક છે ? રે ! હજાર કિરણની સંખ્યાથી ગ્રહોમાં સૂર્ય મુખ્ય થાય તે બરાબર છે. હજાર ફેણની સંખ્યાથી શેષનાગ સર્પોનો રાજા થાય તે પણ ઠીક છે. હજાર આંખોથી ઇન્દ્ર દેવોમાં મુખ્ય ગણાય છે, તેમાંય કાંઇ વાંધો નથી, પરંતુ આ માનવ-કીટ; મારા જેવા જ હાથ-પગ-માથાવાળો ક્ષુદ્ર પ્રાણી સ્વામી બને ? હદ થઇ ગઇ ! જો ત્રણ ભુવનના નાથ; જે સ્વપદવી આપનારા છે, તે જો વિદ્યમાન હોય તો કોઇને નાથ કરવાની જરૂર શી ? ‘માલિક’ શબ્દથી જ શાલિભદ્રના હૃદયમાં વૈરાગ્યની ચિનગારી લાગી ગઇ ! હવેલીના સાતમા માળથી ચોથા માળે માતાના આગ્રહથી આવ્યો ખરો - પણ તેનું મન ન્હોતું.
TRERERY
॥ ૬ ॥