________________
श्री शालिभद्र
महाकाव्यम्
FRERER
રત્નકંબલ લીધો નહિ. પુત્રવધૂઓ માટે લાખો સોનામહોરો વાપરનારી સાસુ આ દુનિયામાં ભદ્રા સિવાય બીજી
કોઇ જોવા મળશે ?
આ બાજુ દાસી દ્વારા રત્નકંબલની વાત ચેલ્લણા મહારાણીએ જાણી. અને રાજાને કહ્યું, હે નાથ ! તમે એક પણ રત્નકંબલ કેમ ખરીદ્યો નહિ ? આપને ભલે ન જોઇએ, પણ મારે જોઇએ છે. હમણા જ લાવો. શ્રેણિકે તરત જ એક માણસને પેલા વેપારીઓ પાસે મોકલ્યો ત્યારે તેમણે જણાવ્યું કે – એ બધા જ રત્નકંબલો શાલિભદ્રની માતા ભદ્રાએ ખરીદી લીધા છે. શ્રેણિક આ સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો ઃ ઓહ ! હું તો ફોગટનો ‘નરદેવ’ છું. પહેલા હું ‘કંજૂસ’ ગણાયો અને હવે ‘બાયલો’ ગણાયો. તો પણ ચેલ્લણાનો મનોરથ મારે પૂર્ણ કરવો જ પડશે.
આમ વિચારી એક રત્નકંબલ લાવવા માટે ભદ્રાના આવાસમાં માણસને મોકલ્યો. ભદ્રાએ કહેવડાવ્યું : એ બધા જ રત્નકંબલોના તો મેં કટકા કરી પુત્રવધૂઓના પગ-લૂછણીઆ કરી નાખ્યા છે. આપને જો રત્નકંબલ જોઇતો હોય તો બીજા ઘણાય જૂના રત્નકંબલો અમારી પાસે છે - એમાંથી એક મોકલું ?
શ્રેણિકે વિચાર્યું : જૂના તો જૂના પણ ચેલ્લણાની જીદ્દ તો અટકશે.
આ વાત ચેણાને કરતાં તેણીએ કહ્યું : ટ્ ! આવા જૂના રત્નકંબલોને હું શું કરું ? મારે ન જોઇએ. હે સ્વામી ! તમે એક પણ રત્નકંબલ મારા માટે ખરીદ્યો નહિને ? ભલે તમે રાજા કહેવાતા હો, પણ ખરો ભાગ્યશાળી અને ભોગશાળી એ શાલિભદ્ર જ છે. સાગર ભલે મોટો હોય પણ તેના કરતાં મીઠું જળ વરસાવનારો વાદળ ભાગ્યશાળી છે.'
| CERERE
॥ ૬૮ ॥