________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
એમ કહીને વેપારીઓએ પોતાના રત્નકંબલો રાજાને બતાવ્યા. રાજાએ પૂછ્યું : “એની પરીક્ષા શી રીતે થઇ શકે ?”
રાજન્ ! મહા મહિનાની રાત્રે થીજેલા ઘીનો ઘડો જો આ રત્નકંબલો વડે લપેટવામાં આવે તો ઘી ઓગળી જાય. ઊનાળાની બપોરે જો લપેટવામાં આવે તો ઘી થીજી જાય. આ રત્નકંબલ જેની પાસે રહે તે પુણ્યશાળીની લક્ષ્મી વધતી રહે છે.''
એમ ? એનું મૂલ્ય શું ?' ‘ઓછામાં ઓછું એક લાખ સોના મહોર !'
આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયેલા રાજાએ કહ્યું : અધધધ... એક લાખ ? એક લાખ સોના મહોર કોને કહેવાય ? એક લાખ સોનૈયાથી જો હું હાથી, ઘોડા અને સૈનિકો વસાવું તો મને લડાઇમાં જીત મળે – મારું રાજય વિસ્તાર પામે. જયારે આ કાંબળા શા કામના ? અમે રાજાઓ તો બે જ બાબતોમાં લાખ સોનૈયા ખરચીએ : યાચકોમાં અને યુદ્ધમાં ! વસ્ત્રોમાં પૈસા ખર્ચી નાખવા તે શૃંગારપ્રિય વાણિયાને પરવડે. અમારું એ કામ નહિ.'
રાજાની આવી વાતથી હતાશ થયેલા વેપારીઓ શાલિભદ્રના ભવને ગયા અને ભદ્રાને બધી વાત જણાવી. ભદ્રાએ કહ્યું : “મારે બત્રીશ રત્નકંબલો જોઇએ છે. છે તમારી પાસે ?”
‘અમારી પાસે તો માત્ર આઠ છે.'
‘આઠ તો આઠ. લાવો તમારા રત્નકંબલો.’ આમ કહીને ભદ્રાએ આઠે-આઠ રત્નકંબલો ખરીદી લીધા અને એકેકના ચાર કટકા કરી બત્રીશય પુત્રવધૂઓને પગ લૂછવાના રૂમાલ તરીકે આપી દીધા. પોતાના માટે એક પણ
ARRARAUAYA8A82828282828282888
II
19