________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
જિનમંદિરોમાં અઠ્ઠાઇ, સુપાત્રદાન, અનુકંપા દાન વગેરે દ્વારા શાલિભદ્ર દીક્ષા મહોત્સવ કર્યો અને ગોભદ્ર શેઠે પ્રભુ શ્રી મહાવીર પાસે દીક્ષા લીધી.
સુંદર રીતે સંયમ જીવનની આરાધના કરી અનશનપૂર્વક કાળધર્મ પામી ગોભદ્ર મુનિ સૌધર્મ દેવલોકમાં દેવ થયા. - દેવલોકમાં અવધિજ્ઞાનના ઉપયોગથી પૂર્વભવ જાણ્યો. પુત્ર શાલિભદ્ર પર અપાર વાત્સલ્ય ઊભરાયું : અરેરે ! મેં નાનકડા બાળકને કુટુંબ-નિર્વાહની ઝંઝટમાં કેવો મૂકી દીધો ! જો કે સંતાપને દૂર કરનારી તેની માતા પાસે છે, છતાં મારે તેને અવશ્ય સહાય કરવી જો ઇએ. મારો પુત્ર સંસારની આળપંપાળમાં પીડાયા કરે અને હું એ કલપટો થઇ દેવલોકમાં લીલા-લહેર કરું - આ મને શોભે ? આમ વિચારી ગોભદ્ર દેવ પુત્રને દરરોજ દિવ્ય આભૂષણો, કલ્પવૃક્ષના ફૂલોની માળાઓ, ચંદનાદિના વિલેપનો વગેરેની ૯૯ પેટી મોકલવા લાગ્યો. શાલિભદ્ર દરરોજ નવા વસ્ત્રો, નવા ઘરેણા, નવા વિલેપનોનો ઉપયોગ કરવા લાગ્યો ! બત્રીશ પત્નીઓ સાથે તે દિવ્ય સુખ-સરોવરમાં રાજહંસની જેમ વિલસી રહ્યો. છએ ઋતુ તેને અનુકુળ થઇ પડી. • પ્રક્રમ-૪ :
રાજગૃહ નગરની પ્રસિદ્ધિ સાંભળી એક વખત કેટલાક વેપારીઓ શ્રીશ્રેણિક મહારાજા પાસે જઈ ચડ્યા. રાજાને પૂછ્યું : ‘ક્યાંના છો ? શું લાવ્યા છો ?'
‘અમે નેપાળથી આવ્યા છીએ અને મહામૂલા રત્નકંબલો લાવ્યા છીએ. શિયાળામાં હૂંફ આપનારા, ઊનાળામાં ઠંડક આપનારા, શિરીષના ફૂલ જેવા કોમળ, કદી બગડે નહિ તેવા આ રત્નકંબળો છે. જુઓ.'
ARRARAUAYA8A82828282828282888
// ૬૬ ||