________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
પ્રક્રમ-૨ :
એજ મગધ દેશની રાજધાની રાજગૃહી નગરી ! રાજા શ્રેણિક ! પટ્ટરાણી ચેલુણા! મહામંત્રી અભય ! તે નગરમાં ગોભદ્ર શેઠની પત્ની ભદ્રાની કુક્ષિએ આ સંગમ અવતર્યો. બાળકનો જન્મ થતાં શેઠે જબરદસ્ત જન્મોત્સવ કર્યો.
બાળક ગર્ભમાં હતો ત્યારે માતાને શાલિ (ચોખા)ના ખેતરનું સ્વમ આવ્યું હતું માટે બાળકનું નામ પાડ્યું : શાલિભદ્ર.
આઠ વર્ષના શાલિભદ્રને ઉપાધ્યાય પાસે ભણવા મોકલ્યો. જોતજોતામાં તે બધું ભણી ગયો અને યુવાન થયો. અંગે અંગમાં સૌંદર્ય છલકાવા માંડ્યું. યુવાન શાલિભદ્રને પિતાએ બત્રીશ શ્રેષ્ઠિપુત્રીઓ સાથે પરણાવ્યો.
શાલિભદ્રનો સંસાર સુખપૂર્વક સરકવા લાગ્યો. દિવસ કે રાતની પણ ખબર પડે નહિ-એવા સુખમાં તે મહાલવા લાગ્યો. • પ્રક્રમ-૩ :
એક વખતે ગોભદ્ર શેઠ વૈરાગ્યની વિચારણામાં ચડ્યા. પુત્રને ગૃહભાર સોંપી સંયમ લેવા તે ઉત્સુક બન્યા. તે જ વખતે ઉદ્યાન પાલકે પ્રભુશ્રી મહાવીરના આગમનના સમાચાર આપ્યા. ગોભદ્ર શેઠને તો જોઇતું હતું તે સામેથી આવ્યું.
તેઓએ પરિવાર સહિત વૈભારગિરિ પર પ્રભુશ્રી મહાવીરદેવની દેશના સાંભળી.
પરિપકવ વૈરાગ્યવાળા થયેલા તેમણે દીક્ષા માટે પત્ની તથા પુત્રની રજા માંગી. ઘણી ચર્ચાના અંતે આખરે રજા મળી.
ARRARAUAYA8A828282828282828
// ૬, I