________________
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
તેનું રુદન સાંભળીને પાડોશણો આવી પહોંચી. રડવાનું કારણ જાણીને તેઓ બોલી ઊઠી : લો... એમાં કઈ મોટી વાત છે ? હવે અમને ખબર પડી કે તું અમને સ્નેહરહિત માને છે. બેન ! આપણે પાડોશીઓ તો સદા સુખ-દુ:ખના સાથીદાર છીએ. હવે તું રડ નહિ. હમણા જ તારા પુત્રનો મનોરથ પૂર્ણ કરીશું.
આમ કહીને સૌ પાડોશણોએ તેમને દુધ, ઘી, સાકર, ચોખા વગેરે આપ્યા. રાજી થયેલી ધન્યાએ ખીર બનાવી.
થોડીવારમાં સંગમ આવી પહોંચ્યો. તેને ખીર પીરસીને મા બહાર ચાલી ગઇ. સંગમ ખાવાની તૈયારી કરે | છે ત્યાં જ માસક્ષમણના તપસ્વી એક મુનિ આવી પહોંચ્યા. મહાત્માને જોઇ સંગમનું હૃદય નાચી ઊઠ્યું.
અહો ! મારું ભાગ્ય ! આજે તો વાદળ વિના વૃષ્ટિ થઇ ! ચંદ્ર વિના ચાંદની પ્રગટી ! આ મહાત્મા મારે ઘરે આવ્યા ? આ તો મારવાડમાં પારિજાતનું ફૂલ ખીલ્યું અને આજે મારે ત્યાં પણ ખીર છે. જયાં રોટલાના પણ ઠેકાણા ન હોય ત્યાં આજે પરમાશ છે. ખરેખર આજે તો ચિત્ત, વિત્ત અને પાત્રનો ત્રિવેણી સંગમ થયો છે. તો લાવ, આજે આ ખીરનું દાન કરું !
આમ આનંદથી રોમાંચિત થયેલા સંગમે નિષ્કામભાવે મુનિને ખીર વહોરાવી. ધર્મલાભ આપીને મુનિ ચાલ્યા ગયા. આ બાજુ થોડીવાર માં આવી અને ફરીથી ખીર પીરસી અને બાળક તે ઝટપટ ખાઇ ગયો.
જીંદગીમાં ખીર પહેલી જ વાર ખાધેલી હોવાથી બાળકને તે પચી નહિ અને તેને વિશૂચિકા (જીવલેણ પેટનું દર્દી) થઇ. તેને પોતાનું મરણ સામે દેખાયું છતાં ડર્યો નહિ. વિચારવા લાગ્યો : ખરેખર મારા જેવા અભાગીને ખીર-દાનનો કેવો સુંદર અવસર મળ્યો ? આમ દાનની અનુમોદના કરતો તે મૃત્યુ પામ્યો.
ARRARAUAYA8A828282828282828
| ૬૪ ||