________________
श्री
शालिभद्र
महाकाव्यम्
Terr
શાલિભદ્ર : કાવ્ય સાર
- પં. મુનિચન્દ્રવિજય
• પ્રક્રમ-૧ :
મગધ દેશમાં રળિયામણું એક ગામ ! એનું નામ શાલિગ્રામ ! ત્યાં એક વિધવા ગરીબ બાઇ ૨હે ! એનું નામ હતું : ધન્યા ! તેને એક પુત્ર હતો. એનું નામ હતું ઃ સંગમ !
પોતાના એકના એક પુત્રનું પાલન-પોષણ કરવા તે શેઠીયાના ઘરોમાં ખૂબ જ કામ કરતી અને સંગમ જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે તે પણ વાછરડા ચરાવવા જંગલમાં જવા લાગ્યો.
એક વખતે કોઇ તહેવાર પ્રસંગે તે બાળકે ઘેર ઘેર ખીર રંધાતી જોઇ. તેને પણ ખીર ખાવાની ઇચ્છા થઇ. માને કહ્યું : ‘મા ! મા ! આજે મારા માટે ખીર બનાવ.'
પુત્રની આવી માંગણીથી મા સ્તબ્ધ જ થઇ ગઇ. જ્યાં રોટલા-છાશ પણ માંડ મળતા હોય ત્યાં ખીર ક્યાંથી લાવવી ? છતાં તેણીએ પ્રેમથી કહ્યું : હા બેટા ! તારી ઇચ્છા પૂર્ણ થશે. માતાના આશ્વાસનથી રાજી થયેલો સંગમ બહાર વાછરડા ચરાવવા ચાલ્યો ગયો. આ બાજુ ધન્યા પોતાના દુર્ભાગ્ય પર રડવા લાગી : અરેરે ! હું કમનસીબ છું કે મારા એકના એક પુત્રની પ્રથમવાર થયેલી ઇચ્છાને પણ પૂર્ણ કરવા સમર્થ નથી.
FRERERERERE
॥ ૬૩ ||