________________
शालिभद्र महाकाव्यम्
AURORA 8282828282828282828282828282
પૂજય મુનિરાજશ્રી પુણ્યપાલવિજયજી મ.સા. (હાલ પંન્યાસજી)એ આજથી નવ વર્ષ પહેલા (વિ.સં. ૨૦૩૭) પાલિતાણા મુકામે મને આ કાવ્ય પર ટીકા લખવાનું કહેલું. તેમની પ્રેરણાથી મેં એ કાર્ય વિ.સં. ૨૦૩૭ના મનફરા ચાતુર્માસ દરમ્યાન (આસો સુ. ૨) આરંભ્ય. એકાદ નોટ લખ્યા પછી એ કાર્ય એમને એમ પડી રહ્યું.
ત્યાર પછી ચાર વર્ષ બાદ જયપુર (રાજસ્થાન) ચાતુર્માસ (વિ.સં. ૨૦૪૧) દરમ્યાન અધૂરું રહેલું એ કાર્ય પૂર્ણ કર્યું.
ટીકાની પાંચેય નોટો પુજ્ય મુનિરાજશ્રી પુણ્યપાલવિજયજી મ.સા. પર મોકલી. તેમણે કેટલેક સ્થળે સુધારા કર્યા અને કેટલીક સૂચનાઓ પણ આપી, એમની સૂચનાઓ ટીકાને સમૃદ્ધ બનાવવામાં ઠીક-ઠીક ઉપયોગી બની છે.
ત્યાર પછી વિ.સં. ૨૦૪પના મનફરા ચાતુર્માસ દરમ્યાન પંડિતવર્યશ્રી અમૂલખભાઇની સાથે બેસી આ ટીકામાં યોગ્ય શુદ્ધિ-વૃદ્ધિ કરી. પંડિતજીનું વ્યાકરણ-જ્ઞાન આમાં ખૂબ જ સહાયક બન્યું છે.
આ કાવ્ય ટીકા સહિત પ્રસિદ્ધ થાય તો ખૂબ જ ઉપકારક બની શકે એમ છે – એમ જાણી મનફરા સંઘે આ કાવ્ય પ્રકાશનનું કાર્ય સહર્ષ ઉપાડી લીધું. સૌ મનફરાવાસીઓએ ઉદારતાથી આર્થિક સહયોગ આપ્યો.
ભરૂડીઆ ઉપધાન પ્રસંગે ૧૧ મહિનો સ્થિરતા દરમ્યાન પ્રેસ કોપી લખતી વખતે પૂ. ગુરુદેવશ્રી કલાપ્રવિજયજી મ.સા. તથા પૂજય મુનિરાજશ્રી કલ્પતરુવિજયજી મ.સા. એ ટીકા સાથે ગુજરાતી અનુવાદની પણ અનિવાર્યતા જણાવી. પૂજયશ્રીની સૂચનાથી પ્રેસ કોપી લખતી વખતે હું ગુજરાતી અનુવાદ પણ લખતો ગયો.
ટીકા તથા અનુવાદમાં મેં મારી રીતે પૂરી કાળજી રાખી છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો વિદ્વાનો જણાવે. હું ઉપકૃત થઇશ.
ARRARAUAYA8A828282828282828
II ૬૧ |