________________
श्री शालिभद्र
महाकाव्यम्
BREKER
મહાન વિદ્વાન શ્રી ધર્મકુમાર પંડિતે આ કાવ્યની રચના વિ.સં. ૧૩૩૪માં કચ્છના સુપ્રસિદ્ધ તીર્થ ભદ્રેશ્વરમાં કરેલી છે. આ ટીકાની રચના પણ કચ્છમાં થયેલી છે એ પણ એક યોગાનુયોગ ઘટના કહેવાય.
નાગેન્દ્ર ગચ્છીય હેમપ્રભસૂરિના પટ્ટધર આચાર્યશ્રી ધર્મઘોષસૂરિના પટ્ટધર આ.શ્રી સોમપ્રભસૂરિના પટ્ટધર આ.શ્રી વિબુધપ્રભસૂરિની પ્રેરણાથી તેમણે આ ગ્રંથની રચના કરેલી છે. પ્રદ્યુમ્ન નામના મુનિએ આ ગ્રંથનું શુદ્ધીકરણ કર્યું છે તે દરેક પ્રક્રમના અંતે ‘શ્રી પ્રદ્યુમ્ન ધિયા શુદ્ધે' એમ કહીને જણાવેલું છે.
પ્રભાચંદ્ર ગણિવરે આ કાવ્યની પ્રથમ નકલ પ્રત પર લખેલી છે.
આ પંડિતવર્ષે બીજા કોઇ ગ્રંથોની રચના કરી છે કે નહિ ? એ વિષે જાણવા મળ્યું નથી પણ એમની આ એક જ કૃતિ એમની અસાધારણ કોટિની બુદ્ધિ પ્રતિભાને બતાવવા પૂરતી છે.
ટીકા - રચના :
આ કાવ્ય ૮૦ વર્ષ પહેલા (વિ.સં. ૧૯૬૬) માત્ર મૂળ શ્લોકરૂપે જ મુદ્રિત થયેલું છે. (આજે એ અપ્રાપ્ય છે.) જો કે તેમાં અવચૂરી દ્વારા ક્યાંક-ક્યાંક રહસ્યો ખોલવાનો પ્રયાસ થયેલ છે. છતાં ઘણી જગ્યાએ સ્પષ્ટીકરણ થતું નથી. આથી સામાન્ય વાચકોને કાવ્યનો મર્મ પૂરેપૂરો ખ્યાલમાં આવી શકતો નથી. કારણ કે પંડિતવર્યશ્રી ધર્મકુમારની ભાષા એવી ગૂઢ છે કે જેમ જેમ વિચારતા જઇએ તેમ તેમ તેમાંથી નવા-નવા અર્થો નીકળતા જ લાગે ! ભાગ્યે જ કોઇ એવો શ્લોક હશે, જેમાં બે અર્થો રહેલા ન હોય. ઉપરથી સીધા સાદા દેખાતા શ્લોકના ગૂઢ શબ્દોના પડદાની પાછળ બીજો અર્થ એ રીતે છૂપાયેલો હોય છે કે સામાન્ય વાંચનારને ખ્યાલ જ ન આવે એ તો કોઇ પડદો ઊંચકનાર હોય જ તો ખ્યાલ આવે. અહીં આ ટીકા પડદો ઊંચકવાનું કામ કરે છે.
CREREREREREI
॥ ૬૦ ||