________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ભદ્રાએ શોક દૂર કરી પુત્રવધુઓને આશ્વાસન આપી અમૃત જેવા મધુર આશીર્વાદોથી પુત્ર મુનિ શાલિભદ્રને અભિનંદન આપવા લાગી. || ૧૨૪ ||
ભદ્રાના આશીર્વાદ : હે ત્રણ જગતમાં વીર ! તું જય પામ. હે વીર પુરુષોમાં શિરોમણિ ! તું જય પામ. હે વીર પ્રભુના શિષ્ય ! તું જય પામ. હે વીર માર્ગના મુસાફર ! તું જય પામ. || ૧૨૫ //
હે પુત્ર મુનિરાજ ! તારી કૃપાથી હું મહાન તીર્થની માટીની જેમ લોકોને વંદનીય બની અને તારી જ કૃપાથી મહાન તીર્થની વનરાજીની જેમ પુત્રવધુઓ લોકોને સ્મરણીય બની છે. || ૧૨૬ ||.
હે મોક્ષમાર્ગના પ્રવાસી ! તારો માર્ગ કલ્યાણકારી હો ! તારા લક્ષ્યની સિદ્ધિ (મુક્તિ) સ્વયંવરા બની નિર્વિઘ્નપણે તારી સામે આવો. || ૧૨૭ ||
હે શાલિભદ્ર અને ધન્ય મુનિ ! આપ બેઉ સંસારથી પાર ઊતરો. આપનો સંસાર-વિસ્તાર અસ્ત પામો. મુક્તિ સુંદરીનું આલિંગન પામવામાં આપ સૌભાગ્યશાળી બનો. | ૧૨૮ ||
આ પ્રમાણે આશીર્વાદ આપીને રડતી અને પોતાની જાતને દિલાસો આપતી ભદ્રા, શરદઋતુના આકાશની જેમ એકદમ સ્વચ્છ, ક્યાંક-ક્યાંક શરદ ઋતુની જેમ અશ્રુધારાથી વરસતી || ૧૨૯ // વૈર્ય સમા અભયકુમાર વડે
828282828282828282828282828282828282
II
,
o