________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
તું સર્વ કાળે સર્વ વસ્તુઓને આપનારી, મધુર-વચન બોલનારી ભદ્ર જાતીય હાથણી જેવી ભદ્રા છે, જેનો હાથી જેવો પુત્ર ગંભીર તત્ત્વજ્ઞાની, પુરુષોમાં પ્રધાન અને મોહના કિલ્લાને તોડનારો છે.
ગૌણાર્થ : તું હંમેશ માટે નર્મદા નદીમાં રહેનારી ભદ્ર જાતીય હાથણી છે, જેનો પુત્ર-ગંભીર વેદી મહાન હાથી, કિલ્લાને તોડનારો છે. ૧૧૭ ||
પુણ્યશાળીઓમાં સીમારૂપ, ભાગ્યશાળી અને સૌભાગ્યશાળીઓમાં ટોચરૂપ, જ્ઞાનાદિમાં અહંકારી મુનિઓમાં પણ ચૂડામણિરૂપ તારો પુત્ર છે. / ૧૧૮ || પ્રારંભ કરેલી પ્રતિજ્ઞાના પારગમનમાં સમર્થ તારા પુત્રથી તારું પતિવ્રતાપણું પ્રખ્યાતિ પામ્યું છે, જેમ પ્રભાવથી તીર્થ પ્રખ્યાતિ પામે. || ૧૧૯ ||
સિંહણ સમી જે સ્ત્રીએ મોહના હાથીને મારવામાં સિંહ સમા પુત્રને જન્મ આપ્યો છે, તે તારા કપાળ પર સ્ત્રીઓમાં મુખ્યતા બતાવનાર સોનાનો પટ્ટો લગાવવો જોઇએ. // ૧૨૦ //
તેથી હે ભદ્રા ! તું ફોગટ શોક કરીશ નહિ. તું વીર-માતા છે. તેથી પરિવારને મજબૂત કરીને પુત્રવધુઓથી પરિવરેલી, // ૧૨ ૧ || ઓ રંભા તુલ્ય ભદ્રા ! મહાન સમતારસમાં મહાલતા મુનિને મોહરાજાની લડાઇના આવેશના સમયમાં ધૈર્યને પ્રોત્સાહિત કરનારા, પાણી જેવા શીતળ અને મધુર વચનો વડે તારા પુત્રને શાંત કર. // ૧૨૨ //
શ્રેણિકરાજાનાં તે વચનો ભદ્રાને કરણ-રસમાંથી શાંત-રસમાં લઇ ગયાં, જેમ ગુરનો યથાર્થ ઉપદેશ ચિત્તવૃત્તિને ઉચ્ચસ્થાનમાં લઈ જાય. || ૧૨૩ છે.
8A%A88888A YAUAAAAAAAA
Iloil