________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
તો હે નાથ ! અમે છેલ્લી મોટી માંગણી મૂકીએ છીએ : આપનું વચનામૃત હતકાર (હુંકારો ?) આપો. (રાંધેલું અનાજ, મીઠાઇ, ફળ વગેરે જયારે પહેલી વાર બ્રાહ્મણ વગેરેને અપાય તે ‘હતકાર' કહેવાય છે.) || ૧૧૧ //.
આ પ્રમાણે પ્રલાપ કરતી – કરગરતી પુત્રવધુઓને જોઇ વહુઓના દુ:ખથી દુઃખી થયેલી ભદ્રા મૂચ્છિત થઇ ગઇ અને મૂચ્છ દૂર થઇ ગયા પછી જોરશોરથી રડવા લાગી. || ૧૧૨ ||
શ્રેણિકનું આશ્વાસન :
વિષાદના વિષથી મૂચ્છિત થયેલી તે ભદ્રાને શ્રીશ્રેણિક મહારાજાએ સ્કુરાયમાન વચનામૃતના છંટકાવથી શાંત કરી. / ૧૧૩ //
હે ભદ્રા ! તું વાત્સલ્યાદિ ગુણોથી ગણનાપાત્ર છે. માની પુરુષોને માનનીય છે. વંદનીય લોકોને વંદન કરવા લાયક છે અને મહાત્માઓને પણ પૂજનીય છે. || ૧૧૪ ||
હે ભદ્રા ! તું આનંદ પામ. તું તો નંદન-વનની ધરતી છે, જયાં દેવોથી પણ સેવનીય કલ્પવૃક્ષ સમા આ પુત્રે અવતાર લીધો છે. જો તો ખરી. || ૧૧૫ ||
હે મંગળમયી ! તારી મંગળમયતાનો નિર્ણય કોણ કરી શકે ? જેનાથી પેદા થયેલો પુરુષોમાં મુગટ સમો શાલિભદ્ર પુત્ર; જેનો સમાગમ રાજાએ પણ ઇચ્છેલો હતો.
ગૌણાર્થ: હે સુવર્ણમયી ધરતી ! તારી સોનાની વાનગીઓનો નિર્ણય કોણ કરી શકે ? જેનાથી પેદા થયેલો મુગટ; જેને રાજાઓ પણ હસ્તક પર ધારણ કરવા ઇચ્છે છે. // ૧૧૬ //.
ARRARAUAYA8A82828282828282888
II, o
il