________________
પ્રકમ-૭
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
આ ગોભદ્રની પુત્રવધુઓ એટલે જાણે એક જ બટડામાંથી કાઢેલાં ફળો ! આવી લોક-વાયકા અમારી સત્ત્વહીનતાથી સાચી જ ઠરી છે. // ૧૦૩ //
આ પ્રમાણેની બુદ્ધિવાળી, સ્નેહ વગરની, લજજા વગરની, આટલી નિઃસત્ત્વ - આ બત્રીશ સ્ત્રીઓને વિધાતાએ કઇ રીતે ભેગી કરી ? || ૧૦૪ ||
આંગણે આવેલા પ્રિયતમ પર નજર પણ ન માંડી–અમારો આ અપયશ જુગ-જુગ સુધી રહેશે. / ૧૦૫ //.
પ્રિયતમ ફરી આવશે. પ્રેમથી અમે ભાગી જઇશું-છુપાઇ જઇશું. તે પ્રિયતમ સૌને જે રીતે જુએ તે રીતે અમને પણ જોશે. || ૧૦૬ / એવા મનોરથો કરી-કરીને હે નાથ ! અમે બાર વર્ષ પસાર કરી દીધાં, પણ હાય ! હાય ! આ અનશનથી તો અમારા બધા જ મનોરથો એકસાથે માફ થઇ ગયા ! / ૧૦૭ //
હે પ્રાણેશ્વર ! આપની કૃપાથી ત્યારે રાજાની પ્રિયતમા ચલ્લણાએ અમને અભિનંદન આપેલા; અમે વાણિયાના કુળમાં જન્મેલાં હોવા છતાંય. || ૧૦૮ ||
આપના હસ્ત-સ્પર્શથી પવિત્ર થયેલ દિવ્ય આહારથી અમે ઊછરેલા છીએ. ઓ સ્વામિનું દિવ્ય વિલેપનો અને દિવ્ય માળાઓ વડે અમે વધુ પડતા વિલાસી બની ગયાં. / ૧૦૯ ||
જાણે અમે દેવીપણું પામ્યા છીએ. તેથી જ અમે અવિરતિવાળી રહ્યા ? અરેરે ! આપના મરણ પછી પણ ઓ પ્રિયતમ ! અમે વિરતિ-ગ્રહણમાં અસમર્થ છીએ. || ૧૧૦ ||
ARRARAUAYA8A82828282828282888
// ૦૭ ||